શ્રીનગર : જમ્મુ -કાશ્મીરનાં શોપિયામાં શુક્રવારે સુરક્ષાદળોને એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસનાં સંયુક્ત ઓપરેશન અભિયાનમાં આતંકવાદીઓનાં પોસ્ટર બોય બુરહાન વાનીનાં બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઇગરને ઠાર મારી દેવાયો છે. લતીફ સાથે આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીનનાં બે વધારે આતંકવાદીઓ ઠાર મરાયા છે. લતીફનાં મોત સાથે જ સમગ્ર ખીણમાં બુરહાન ગેંગનો ખાત્મો થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો ભાવુક પત્ર, ઇરાનીએ આપ્યો આકરો જવાબ

ઇમામ સાહેબ ગામમાં શુક્રવારે સવારે સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીનાં આધારે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન ત્યાં છુપાયેલ હિજ્બુલ આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ કર્યો હતો. બંન્ને તરફથી ગોળીબારમાં હિજબુલનાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા.  મરાયેલા આતંકવાદીઓની ઓળખ હિજબુલ કમાન્ડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઇગર, તારિક મૌલવી અને શરિફ અહેમદ નેંગરુ તરીકે થઇ છે. 
ઝારખંડ: રાહુલ ગાંધીની રેલીમાં આદિવાસી મહિલાઓએ લગાવ્યાં 'મોદી જિંદાબાદ'ના નારા

ઘર્ષણાં બુરહાન વાની ઠાર મરાયો
સુરક્ષાદળોએ 8 જુલાઇ 2016નાં રોજ એક ઘર્ષણમાં બુરહાન વાનીને ઠાર માર્યો હતો. બુરહાનનાં મરાયા બાદ સમગ્ર ખીણમાં તણાવ ફેલાઇ ગયો હતો. ત્યારથી માંડીને અત્યાર સુધી સેકડો લોક આ હિંસામાં મરાયા હતા. હિજબુલનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બુરહાન મુદ્દે ખીણમાં બે વિચારધારાઓ હતી.