J-K: રામબન ઓપરેશનમાં સૈન્ય દળોને મોટી સફળતા, ત્રણ આતંકવાદી ઠાર, બંધકો પણ સુરક્ષીત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) ઇમરાન ખાને (Imran khan) ભાષણનાં પછીના દિવસે માત્ર 3 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ત્રણ આતંકવાદી (terrorist) હુમલા થયા છે.
જમ્મુ : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA) ઇમરાન ખાને (Imran khan) ભાષણનાં પછીના દિવસે માત્ર 3 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) ત્રણ આતંકવાદી (terrorist) હુમલા થયા છે. હાલની માહિતી અનુસાર ગાંદરબલમાં (Ganderbal) સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. શ્રીનગર અને ડોડામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. આતંકવાદી હુમલા બાદ ડોડામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી અને આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સંઘની પાકિસ્તાની PM ઇમરાન ખાનને શુભકામના, ભારત અને સંઘને એક કહેવા બદલ આભાર
મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીરનાં રામબન જિલ્લામાં બટોત કિશ્તવાડા રાષ્ટ્રીય રાજમાર્ગ વિસ્તારમાં આજે સવારે પેટ્રોલિંગ પાર્ટી પર હુમલા બાદ સુરક્ષા કર્મચારીઓએ સર્ચ ઓપરેશન ચલાવતા હુમલાખોર આતંકવાદીઓને ઘેરી લીધા હતા ત્યાર બંન્ને તરફથી ફાયરિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદમાં રડી પડ્યાં અજિત પવાર, કહ્યું પરિવારમાં કોઇ ડખો નથી
સુષમા સ્વરાજની દિકરી બાંસુરીએ પૂરું કર્યું માતાનું અંતિમ વચન, જાણીને થઈ જશો ખુશ
ઓપરેશન અંગે જણાવતા જમ્મુના આઇજી મુકેશસિંહે કહ્યું કે, 3 આતંકવાદી ઠાર મરાયા છે, આ ઓફરેશ ભારતીય સેનાનો એક જવાન શહીદ થયા જ્યારે 2 પોલીસનાં જવાન ઘાયલ થયા. બંધને છોડાવી દેવામાં આવ્યા છે. ઓપરેશન ખતમ થઇ ચુક્યું છે. ઠાર મરાયેલા આતંકવાદી જાહીદ, ઓસામા અને હારુન હતા. 1 સિવિલિયનને રેસક્યું કરવામાં આવ્યા છે જેને બંધ બનાવવામાં આવ્યા હતા. આ તે જ આતંકવાદીઓ છે જે સવારે જંગલમાં જોવા મળ્યા હતા. માત્ર ત્રણ જ આતંકવાદીઓ હતા. ઉલ્લેખનીય છે કે, તેની પહેલા અનેક આતંકવાદીઓ હાજર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ
રામબન ઓપરેશન અંગે જણાવતા સીઆરપીએફનાં ડીઆઇજી પીસીઝાએ કહ્યું કે, અમે ઇન્ફોર્મેશન મળી કે તેમણે કેટલાક હોસ્ટેજ બનાવી લીધા હતા. પ્રાથમિકતા હતી કે પહેલા હોસ્ટેજ બચાવવામાં આવે. આ અમારા જવાનોની ગણી મોટી સફળતા છે. ઓસામાને છેલ્લા ગણા દિવસથી શોધી રહ્યા હતા.
કાશ્મીર: ગાંદરબલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાતમો
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે આશરે 6 વાગ્યે જમ્મુ ડોડાની તરફથી જનારી સડક પર ચકવા પુલ વિસ્તારમાં 2-3 આતંકવાદીએ આર્મીની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવતા ગ્રેનેડ હુમલો કર્યો. ત્યાર બાદ તેણે સેના પર ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. આ દરમિયાન સેનાના જવાનોએ સતર્કતા દેખાડતા જવાબી કાર્યવાહી કરી. જે લગભગ 10થી 15 મિનિટ સુધી ચાલુ રહી. જો કે આતંકવાદીનાં જંગલોનો ફાયદો ઉઠાવતા ભાગવામાં સફળ રહ્યા હતા.