શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને તેમાંથી એક પાકિસ્તાની આતંકી હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર
સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગમાં અથડામણ દરમિયાન 6 આતંકીઓને ઠાર  કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાન સતત આસપાસના વિસ્તારમાં આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. વિસ્તારમાં કેટલાક વધુ આતંકીઓ  છૂપાયેલા હોવાની આશંકા છે. 


Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ


આતંકીઓ પાસેથી હથિયારો જપ્ત
માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ મળી આવ્યા છે. IGP વિજયકુમારે જણાવ્યું કે આતંકીઓ પાસેથી એક એમ-4, જ્યારે બે એકે-47 રાઈફલો પણ જપ્ત કરાઈ છે. સુરક્ષાદળો માટે આ મોટી સફળતા છે. 


એક પોલીસકર્મી અને એક સૈનિક ઘાયલ
જમ્મુ કાશ્મીર પોલીસના IGP વિજયકુમારે જણાવ્યું કે આતંકીઓ સાથે બાથ ભીડતા એક પોલીસકર્મી અને એક સૈનિક ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. 


Aatma Nirbhar Bharat! આ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઈલ


ગુપ્ત બાતમીના આધારે સુરક્ષાદળોનું અભિયાન
પોલીસના એક અધિકારીએ કહ્યું કે આતંકીઓની હાજરી અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લાના મીરહમા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા ઘેરાબંધી અને તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું અને આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અધિકારીએ કહ્યું કે સર્ચ અભિયાન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ ગઈ. બીજી અથડામણ અનંતનાગ જિલ્લાના દૂરુના નૌગામ શાહબાદમાં સુરક્ષાદળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ અભિયાન દરમિયાન થઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube