નવી દિલ્હી : ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાની નાપાક હરકત ફરીથી શરૂ કરી છે. બુધવારે પાકિસ્તાની વિમાનોએ ભારતીય હવાઈ ક્ષેત્રોનુ ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરના સીમાવર્તી વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. આ વચ્ચે કાશ્મીર જનારી કમર્શિયલ ફ્લાઈટ્સને રદ કરી હોવાના સમાચાર મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાક. વિમાનોએ સીમા ઓળંગતા જમ્મુ-કાશ્મીર-પંજાબ એરપોર્ટ બંધ કરાયા

હાલ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભીમબર ગલી અને લામમાં ત્રણ પાકિસ્તાની જેટએ સીમા ક્ષેત્રનુ ઉલ્લંઘન કર્યું હતુ. જેમાંથી એકને ભારતીય વાયુસેનાએ નિશાન બનાવીને નષ્ટ કર્યું છે, તથા અન્ય વિમાનોને ભારતીય સેનાએ પરત ખદેડ્યા છે. તો બીજી તરફ, શ્રીનગર એરપોર્ટ પર સામાન્ય હવાઈ સેવાઓ રોકી દેવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટ પર આગામી આદેશ સુધી તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કમર્શિયલ વિમાનોને શ્રીનગરથી ડાયવર્ટ કરી દેવાયા છે. 


વાયુસેનાએ બતાવેલી એર સર્જિકલ સ્ટ્રાઈક-2ની બહાદુરીના સમાચાર વાંચો એક ક્લિક પર...