પાક. વિમાનોએ સીમા ઓળંગતા હાઇ એલર્ટ, જમ્મુ-કાશ્મીર-પંજાબ એરપોર્ટ બંધ કરાયા
ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાની નાપાક હરકત ફરીથી શરૂ કરી છે. બુધવારે પાકિસ્તાની વિમાનોએ ભારતીય હવાઈ ક્ષેત્રોનુ ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરના સીમાવર્તી વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. આ વચ્ચે કાશ્મીર જનારી કમર્શિયલ ફ્લાઈટ્સને રદ કરી હોવાના સમાચાર મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પોતાની નાપાક હરકત ફરીથી શરૂ કરી છે. બુધવારે પાકિસ્તાની વિમાનોએ ભારતીય હવાઈ ક્ષેત્રોનુ ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરના સીમાવર્તી વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. આ વચ્ચે કાશ્મીર જનારી કમર્શિયલ ફ્લાઈટ્સને રદ કરી હોવાના સમાચાર મળ્યા છે.
લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટ હાલ હાઈએલર્ટ પર મૂકાયા છે. સુરક્ષાના કારણોથી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. અનેક કમર્શિયલ ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે. ઈન્ડિગો તથા સ્પાઈસ જેટના વિમાનોને પરત મોકલી દેવાયા છે. ભારતીય વાયુસેનાએ જમ્મુ, લેહ અને શ્રીનગરમાં તમામ પ્રકારના કમર્શિયલ ઉડાનો પર અનિશ્ચિતકાળનો પ્રતિબંધ મૂક્યો છે. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ એરપોર્ટ પણ બંધ કરી દેવાયું છે.
પાક. વિમાનોએ સીમા ઓળંગતા જમ્મુ-કાશ્મીર-પંજાબ એરપોર્ટ બંધ કરાયા
હાલ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભીમબર ગલી અને લામમાં ત્રણ પાકિસ્તાની જેટએ સીમા ક્ષેત્રનુ ઉલ્લંઘન કર્યું હતુ. જેમાંથી એકને ભારતીય વાયુસેનાએ નિશાન બનાવીને નષ્ટ કર્યું છે, તથા અન્ય વિમાનોને ભારતીય સેનાએ પરત ખદેડ્યા છે. તો બીજી તરફ, શ્રીનગર એરપોર્ટ પર સામાન્ય હવાઈ સેવાઓ રોકી દેવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટ પર આગામી આદેશ સુધી તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કમર્શિયલ વિમાનોને શ્રીનગરથી ડાયવર્ટ કરી દેવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે