શ્રીનગર: દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ મુઠભેડ શ્રીનગરના કાનીમઝાર નાવાકદાળ એરિયામાં થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ કાશ્મીર પોલીસ અને સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે હાજર છે. આ જાણકારી કાશ્મીર ઝોનની પોલીસે આપી છે. રિપોર્ટ્સ અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદી સંતાયેલા હોવાના સમાચાર મળ્યા છે. 


આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ ભારતીય સેના આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહી છે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગ થયું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર 1 થી 2 આતંકવાદી છુપાયેલા હોવાની સંભાવના છે. 


આતંકવાદીએ સુરક્ષાબળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ ભારતીય સેના આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહી છે. મળતી માહિતી અનુસાર 2 આતંકવાદીઓને સુરક્ષાબળોએ ચારે તરફથી ઘેરી લીધા છે અને વિસ્તારમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube