Jammu Kashmir Assembly Election Exit Poll 2024: જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટવા અને તેના બે ભાગલા પડ્યા બાદ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોણ જીતશે, તેના પરહવે બધાની નજર છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે હવે જમ્મુ-કાશ્મીર ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. અલગ-અલગ સર્વે એજન્સીઓએ પ્રદેશમાં સંભવિત હાર-જીતના આંકડા જાહેર કર્યાં છે. અમે તમને પોલ્સ ઓફ પોલ એટલે કે વિવિધ સર્વે એજન્સીઓના આંકડા જણાવી રહ્યાં છીએ. જેનાથી તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુમાં ભાજપને 27-31 સીટો મળવાનું અનુમાન
સી-વોટર અનુસાર, જમ્મુ ક્ષેત્રમાં ભાજપને 27 થી 31 બેઠકો મળવાની ધારણા છે. આ પ્રદેશમાં 43 બેઠકો છે. આજતક-સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુ ક્ષેત્રની 43 બેઠકો પર ભાજપને 41.3 ટકા વોટ શેર મળવા જઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ અને એનસીના ગઠબંધનને 36.4 ટકા વોટ મળવાની શક્યતા છે. આ ગઠબંધનને 11થી 15 બેઠકો મળી શકે છે.


કાશ્મીરમાં એનસીની લહેર, પીડીપી બીજા સ્થાને
આજતક-સી વોટર્સના મતે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સનો ઉદય દેખાઈ રહ્યો છે. રાજ્યમાં એનસીને 29થી 33 બેઠકો મળી શકે છે. પીડીપીને 6થી 10 બેઠકો અને અન્યને 6થી 10 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડી શકે છે.


સી-વોટર્સ અનુસાર, સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એનસીને 40થી 48, ભાજપને 27થી 32, પીડીપીને 6થી 12 અને અન્યને 6થી 11 બેઠકો મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યમાં એનસી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. જોકે આ માત્ર અનુમાન છે. જ્યારે મતોની ગણતરી થશે ત્યારે 8 ઓક્ટોબરે વાસ્તવિક પરિણામ જાહેર થશે.


એનસી-કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે: ભાસ્કર પોલ
ભાસ્કર રિપોર્ટર્સ પોલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસને 35-40 બેઠકો મળવા જઈ રહી છે. જ્યારે ભાજપને 20-25 બેઠકો મળી શકે છે. પોલમાં PDPને આ ચૂંટણીમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેને માત્ર 4 થી 7 બેઠકો મળવાની ધારણા છે. અન્ય ઉમેદવારોને 12 થી 18 બેઠકો મળી શકે છે.


ભાજપને 23-27 વોટ મળવાની ધારણા છે - પીપલ્સ પલ્સ
પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં બીજેપીને 23-27 સીટો મળી શકે છે. જ્યારે એનસી-કોંગ્રેસ ગઠબંધનને 46-50 બેઠકો મળવાની ધારણા છે. પીડીપીને 7-11 અને અન્યને 4-6 બેઠકો મળવાની સંભાવના છે.


રાજ્યમાં ભાજપ અને એનસી વચ્ચે નિકટની હરીફાઈ - રિપબ્લિક- ગુલિસ્તાન ન્યૂઝ
રિપબ્લિક-ગુલિસ્તાન ન્યૂઝના એક્ઝિટ પોલનું માનીએ તો આ વખતે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ અને એનસી વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. મતદાનમાં બંને પક્ષોને અનુક્રમે 28-30 અને 28-30 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે પીડીપીને 5-7 અને કોંગ્રેસને 3-6 બેઠકો મળી શકે છે.