J&K: બારામુલ્લામાં આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે CRPF જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો પર આતંકી હુમલા (Terrorist Attack) ની વધુ એક ઘટના ઘટી છે. આજે બારામુલ્લા (Baramulla) જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળો પર આતંકી હુમલા (Terrorist Attack) ની વધુ એક ઘટના ઘટી છે. આજે બારામુલ્લા (Baramulla) જિલ્લાના ક્રેઈરી વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો. અંધાધૂંધ રીતે કરાયેલા ફાયરિંગમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર અને બે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે.
COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો
Big News! ભારત-ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ
આ અગાઉ ગત શુક્રવારે આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવ્યાં હતાં. શ્રીનગરના બહારના વિસ્તાર નૌગામ બાયપાસ પર પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા હતાં. રાજ્ય પોલીસના આઈજી વિજયકુમારના જણાવ્યાં મુજબ આ હુમલા પાછળ જૈશ એ મોહમ્મદનો હાથ હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube