Big News! ભારત-ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે કરી શકે છે સંયુક્ત સૈન્ય અભ્યાસ
Trending Photos
નવી દિલ્હી: ભારતીય અને ચીની સૈનિકો છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી લદાખમાં એકબીજાની સામે તલવારો ખેંચીને ઊભા છે. પરંતુ શક્ય છે કે સપ્ટેમ્બર મહિનામાં બંને દેશોના સૈનિકો એક બીજાની સાથે જોઈન્ટ મિલેટ્રી એક્સસાઈઝ (Joint Military exercise) કરતા જોવા મળે. 16 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી રશિયાના અસ્ત્રાખાનમાં ભારત, ચીન(China) અને પાકિસ્તાન (Pakistan) ના સૈનિકો બીજા દેશના અનેક દેશોના સૈનિકો સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ શકે છે. કવકાજ 2020 નામની આ મિલેટ્રી એક્સસાઈઝમાં રશિયાએ શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના તમામ 8 દેશો ઉપરાંત અનેક બીજા દેશોને પણ આમંત્રિત કર્યા છે.
અત્રે જણાવવાનું કે આ સૈન્ય અભ્યાસમાં કુલ 18 દેશ ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસમાં રશિયા ઉપરાંત ઈરાન, ઈજિપ્ત, તુર્કી અને સીરિયા ઉપરાંત મધ્ય પૂર્વના અનેક બીજા દેશો પણ સામેલ થશે. ભારત આ સૈન્ય અભ્યાસમાં ત્રણ સેનાઓના કુલ 178 સૈનિકો મોકલી રહ્યું છે. જેમાં આર્મીના 140 અને એરફોર્સ તથા નેવીના 38 સૈનિક હશે. તેમા સહયોગી દેશો સાથે મળીને દુશ્મન સાથે યુદ્ધનો અભ્યાસ કરવામાં આવશે.
ભારત અને ચીન વચ્ચે વર્ષ 2007થી સંયુક્ત સૈન્ય અભ્યાસ 'હેન્ડ ઈન હેન્ડ'નું દર વર્ષે આયોજન થાય છે. 'હેન્ડ ઈન હેન્ડ'નું એક વર્ષ ભારતમાં અને બીજા વર્ષે ચીનમાં આયોજન કરાય છે. આ બાજુ ભારત અને પાકિસ્તાનના સૈનિકો પહેલીવાર 2018માં રશિયામાં થયેલી જોઈન્ટ મિલેટ્રી એક્સસાઈઝમાં એક સાથે સામેલ થયાં. જેનું આયોજન SCOએ કર્યું હતું.
નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર મે મહિનાથી તણાવ ઊભો થયો છે. 5 મેના રોજ લદાખમાં પેન્ગોંગ ઝીલ પાસે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ ગલવાન ખીણ અને હોટ સ્પ્રિંગ સહિત અનેક જગ્યાઓ પર સૈનિકો આમને સામને આવી ગયાં. ત્યારબાદ 15 જૂનના રોજ ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં ભારતીય સેનાની 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર સહિત કુલ 20 સૈનિકો શહીદ થયા હતાં. જ્યારે ચીનના પણ 45-50 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતાં. હાલ બંને દેશોના 40 હજારથી વધુ સૈનિકો લદાખમાં આમને સામને તૈનાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે