શ્રીનગર: પુલવામાની એક ખાનગી શાળામાં રહસ્યમય વિસ્ફોટ થતા 10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિસ્ફોટ આજે બપોરે થયો. મળતી માહિતી મુજબ ઘાયલ થયેલા બાળકોને તરત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. વિસ્ફોટ કઈ રીતે થયો તે હજુ જાણવા મળ્યું નથી.


મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વિસ્ફોટમાં જે 10 બાળકો ઘાયલ થયા છે તેમાંથી 5ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. બ્લાસ્ટનું કારણ જાણવામાં આવ્યું નથી પરંતુ ગ્રેનેડ એટેક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે બાળકોના માતા પિતા ખુબ ગભરાયેલા છે અને ચારેબાજુ અફરાતફરીનો માહોલ છે. રિપોર્ટ્સ મુજબ એક પ્રાઈવેટ શાળામાં એક્સ્ટ્રા ક્લાસ ચાલી રહ્યાં હતાં જેમાં નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતાં. 


દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...