JK: શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ, 4 આતંકીઓનો ખાત્મો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં શુક્રવાર સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોને અત્યાર સુધી આ વિસ્તારમાંથી એક આતંકીનું શબ મળ્યું છે. માર્યો ગયેલો આતંકી લશ્કર એ તૈયબાનો ઉમર મલિક છે. તેના મૃતદેહ પાસેથી એકે 47 જપ્ત કરાઈ છે. અથડામણમાં અત્યાર સુધીમાં 4 આતંકીઓના ખાત્માના અહેવાલો છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં શુક્રવાર સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોને અત્યાર સુધી આ વિસ્તારમાંથી એક આતંકીનું શબ મળ્યું છે. માર્યો ગયેલો આતંકી લશ્કર એ તૈયબાનો ઉમર મલિક છે. તેના મૃતદેહ પાસેથી એકે 47 જપ્ત કરાઈ છે. અથડામણમાં અત્યાર સુધીમાં 4 આતંકીઓના ખાત્માના અહેવાલો છે.
શુક્રવાર સાંજે રોકાયેલું ફાયરિંગ આજે સવારે ફરીથી શરૂ થઈ ગયું. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હાલ સર્ચ અભિયાન ચાલુ છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ શોપિયાના કિલોરા ગામમાં થઈ રહી છે. અત્રે જણાવવાનું કે શુક્રવાર સવારે જ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં અથડામણમાં 3 આતંકીઓનો ખાત્મો કર્યો હતો.
આ અથડામણ સોપોરના ડૂસુ ગામમાં ચાલી રહી હતી. બે આતંકીઓને ખત્મ કર્યા બાદ સુરક્ષાદળોએ જ્યારે પોતાનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું તો ત્યારે અચાનક આતંકીઓએ જવાનો પર ફરીથી ફાયરિંગ શરૂ કરી દીધુ. જો કે સુરક્ષાદળોએ સતર્કતાથી તેમનો પલટવાર નિષ્ફળ કર્યો. હાલ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.