શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. બંને નેતાઓને તેમના ઘરમાંથી લઈ જઈને હરિ સિંહ પેલેસ (ગેસ્ટ હાઉસ)માં શિફ્ટ કરવામાં આવ્યા છે. રવિવારે મોડી રાત્રે બંને નેતાઓને પોત-પોતાના ઘરમાં નજરકેદ કરી દેવાયા હતા. રાજ્યમાંથી ધારા-370 દૂર થવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. બંનેની શાંતિ ભંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારના દરેક પગલા બાબતે પ્રારંભથી જ સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવા અને સ્પેશિયલ એડવાઈઝરી બહાર પડ્યા પછી મહેહુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. 


મહેબુબા મુફ્તીએ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 નાબૂદ થવાની જાહેરાતની થોડી મિનિટ બાદ જ બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં મહેબુબાએ જણાવ્યું કે, આ ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વએ 1947માં ભારત સાથે જોડાવાનો જે નિર્ણય લીધો હતો, તે ખોટો સાબિત થયો છે. ભારત સરકાર દ્વારા ધારા-370 દૂર કરવાનો નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણિય છે. 


 J&Kમાં 370 નાબૂદ, પરંતુ દેશના 11 રાજ્યોમાં લાગુ છે આવો જ વિશેષ કાયદો... જાણો 


જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ધારા-370 દૂર કરવી એ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે છેતરપીંડી છે. જમ્મુ-કાશ્મીર 1947માં જે વિશ્વાસ સાથે ભારત જોડાયું હતું, તે હવે તુટી ગયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ભયાનક દુષ્પરિણામ સામે આવશે. 


ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, ભારત સરકારે ગુપ્ત રીતે કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતના પ્રતિનિધિઓએ અમને ખોટું કહ્યું કે કશું મોટું થવાનું નથી. આ નિર્ણય કાશ્મીર ઘાટીમાં છાવણીમાં તબદલી કરાયા બાદ લેવાયો છે. લોકોનો અવાજ દબાવી દેવા માટે સમગ્ર રાજ્યમાં લાખો સશસ્ત્ર દળોને તૈનાત કરાયા છે. 


આ પાંચ બાબતો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે કાશ્મીર 


ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. બિલની તરફેણમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા છે, જ્યારે એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. આ બિલમાં જમ્મુ-કાશ્મીરમાંથી લદાખને છુટું પાડીને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઈ કરાઈ છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....