જમ્મુ : જમ્મુ કાશ્મીરનાં રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાએ સતત બીજા દિવસે બુધારે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. જો કે તેનો આકરો જવાબ ભારતીય સેના દ્વારા આપવામાં આવી રહ્યો છે. એક સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, આશરે 06.30 વાગ્યે કોઇ ઉશ્કેરણી વગર જ પાકિસ્તાની સેનાએ ભારે ગોળીબાર કર્યો, ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ-શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીનું કોકડું ઉકેલાયું ત્યાં વિધાનસભા મુદ્દે મડાગાંઠ સર્જાઇ !

 આ ગોળીબાર રાજૌરી જિલ્લા નિયંત્રણ રેખાનાં કલાલ અને નૌશેરા સેક્ટરમાં થઇ. મંગળવારે પણ પાકિસ્તાનની સેનાએ રાજૌરીનાં નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની સેનાએ રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે મંગળવારે સાંજે આશરે 07 વાગ્યે નાના હથિયારો દ્વારા ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. 


7 સ્ટાર હોટલને શરમાવે તેવો તેજસ્વી યાદવનો બંગ્લો, બચાવ માટે સુપ્રીમ સુધી લડત લડી

અધિકારીઓએ જણાવ્યું કે, ભારત - પાક. ફ્લેગ મીટિંગમાં સંયમ વર્તવા અને 2003ના સંઘર્ષ  વિરામ ઉલ્લંઘનનું પાલન કરવાની વારંવાર અપીલ કરવા છતા પાકિસ્તાને સંઘર્ષ વિરામ ઉલ્લંઘન ચાલુ રાખ્યું છે. નવા વર્ષની શરૂઆતથી જ પાકિસ્તાનનાં સૈનિકો જમ્મુ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક નિયમીત રીતે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન કરતા રહ્યા છે. 


પાક.ને પુલવામા હુમલાના પુરવા નહી સોંપે ભારત, વિશ્વ સમક્ષ ઉઘાડુ પાડશે: સુત્ર

જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક પણ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનાં કેટલાક કિસ્સાઓ સામે આવ્યા. ભારત-પાક સીમાની નજીક ચેલ્લા 15 વર્ષોમાં સૌથી વધારે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓ 2018માં થઇ. 2018માં સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની 2936 ઘટનાઓ સામે આવી.