ભાજપ-શિવસેના વચ્ચે લોકસભા ચૂંટણીનું કોકડું ઉકેલાયું ત્યાં વિધાનસભા મુદ્દે મડાગાંઠ સર્જાઇ !
શિવસેના અને ભાજપ બંન્ને પક્ષનાં ટોચના નેતાઓ વિધાનસભા બાદ પોતાના પક્ષનો વ્યક્તિ મુખ્યમંત્રી બનશે તેવા દાવાઓ ઠોકી રહ્યું છે
Trending Photos
મુંબઇ : આગામી ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે સમજુતી થઇ ચુકી છે. જો કે હવે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ મુદ્દે બંન્ને પાર્ટીઓ દાવા ઠોકી રહી છે. બંન્ને પક્ષનાં ટોપના નેતાઓના સુર અલગ અલગ છે. રાજ્યમાં વર્ષાંત સુધીમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદની પોતાની માંગણી મુદ્દાને ધીરે ધીરે ચગાવી રહી છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે પોતાના આવાસ પર પાર્ટીના પસંદગીના કાર્યકર્તાઓને કહ્યું કે, તેમણે આ ચૂંટણી ફોર્મ્યુલાને ફગાવી દીધી છે કે વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ સીટો લાવનારી પાર્ટીને પદ મળશે. ઠાકરેએ કહ્યું કે, તેમણે બંન્ને દળોને બરોબરની સંખ્યામાં પદ આપવાની માંગ કરી.
તેમણે પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે, બંન્ને પાર્ટીઓએ છેલ્લા 25 વર્ષોમાં આ ફોર્મ્યુલાનો જ ઉપયોગ કર્યો છે. મે તેને રદ્દ કરી દીધો છે. મે માંગ કરી કે બંન્ને પાર્ટીઓને સમાન સંખ્યામાં પદોની હિસ્સેદારી મળે. તેમણે કહ્યું કે, ભાજપે આ અંગે તૈયાર થઇ ગયું, એટલા માટે મે ગઠબંધનનો નિર્ણય લીધો છે.
બીજી તરફ રાજ્યનાં નાણા/મહેસુલ મંત્રી ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, ભાજપનું આ વલણ છે કે વધારે સીટો જીતનારી પાર્ટીને મુખ્યમંત્રી પદ મળશે. અમે વિધાનસભા ચૂંટણીમાં સમાન સીટો પર ચૂંટણી લડીશું. ભાજપ સુત્રોએ જણાવ્યું કે, પાર્ટીએ શિવસેના સાથે ગઠબંધન મુદ્દે લોકસભા ચૂંટણીમાં મતનો એક હિસ્સો સુરક્ષીત કરવાના પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે. સુત્રો અનુસાર ભાજપની સાથે વાતચીત દરમિયાન મુખ્ય મહત્વ વિધાનસભાની ચૂંટણીનું જ રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે