શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં સ્થાનીક પોલીસ અને સુરક્ષાદળ આતંકીઓ વિરુદ્ધ આપરેશન ચલાવી રહ્યાં છે. કાશ્મીરમાં કોઈને કોઈ વિસ્તારમાં દરરોજ આતંકી અથડામણ થઈ રહી છે. શનિવારે કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો સાથે આતંકીઓની અથડામણ થઈ ગઈ છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે, શનિવારે સુરક્ષાદળો અને જમ્મૂ-કાશ્મીર પોલીસના જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં હતા. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને મોતની ઘાટ ઉતારી દીધો છે. તો આ દરમિયાન બે સુરક્ષાકર્મીને ઈજા પહોંચી છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. 


ચીનને લાગશે ડબલ ઝટકો, પીએમ મોદીએ એપ બનાવવા માટે યુવાઓને આપી ચેલેન્જ


ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળોએ ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન જારી રાખ્યું છે. શનિવારે રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળોએ થાનામંડી વિસ્તારમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. સુરક્ષાદળોના સર્ચ અભિયાન દરમિયાન આંતકી ઠેકાણામાંથી મોટી માત્રામાં હથિયાર અને દારૂ-ગોળા મળી આવ્યા હતા. 


થોડા દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લાના આતંકીઓથી સંપૂર્ણ મુક્ત કર્યો હતો. જાન્યુઆરીથી જૂન સુધી, આ વર્ષની શરૂઆતથી છ મહિનામાં 118 આતંકીઓ માર્યા ગયા છે. જૂન મહિનામાં જ સેનાએ 38 આતંકીઓને મોતની ઘાટ ઉતાર્યા હતા. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube