ચીનને લાગશે ડબલ ઝટકો, પીએમ મોદીએ એપ બનાવવા માટે યુવાઓને આપી ચેલેન્જ

ભારત સરકારે પહેલા ચીનની 59 એપને બેન કરી દીધી અને હવે આ મામલામાં પણ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવા જઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને યુવાઓને ચેલેન્જ આપી છે કે જો તેની પાસે કોઈ આઇડિયા છે તો તે સામે આવે અને પોતાના દેશમાં એપ બનાવે. 
 

ચીનને લાગશે ડબલ ઝટકો, પીએમ મોદીએ એપ બનાવવા માટે યુવાઓને આપી ચેલેન્જ

નવી દિલ્હીઃ ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકારે ન માત્ર 59 ચીની એપને પ્રતિબંધ કરી દીધી છે પરંતુ હવે આ મામલામાં ભારતને આત્મનિર્ભર બનાવવાની યોજના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરીને કહ્યુ કે, તે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. મોદીએ લખ્યુ, 'આજે મેડ ઇન ઇન્ડિયા એપ બનાવવા માટે તકનીકી અને સ્ટાર્ટઅપ સમુદાય વચ્ચે અપાર ઉત્સાહ છે. તેથી @GoI_MeitY અને  @AIMtoInnovate મળીને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યાં છે.'

— Narendra Modi (@narendramodi) July 4, 2020

પીએમ મોદીએ કહ્યુ કે, જો તમારી પાસે કોઈ એવી પ્રોડક્ટ છે કે તમને લાગે છે કે કંઇક સારૂ કરવાનો દ્રષ્ટિકોણ અને ક્ષમતા છે તો ટેક કમ્યુનિટીની સાથે જોડાઈ જાવ. પ્રધાનમંત્રી મોદીએ લિંક્ડઇન પર પોતાના વિચાર રાખ્યા છે. 

Sharing my thoughts in my @LinkedIn post. https://t.co/aO5cMYi4SH

— Narendra Modi (@narendramodi) July 4, 2020

ભારત સરકારે ચીનની ઘણી એવી એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે જે ભારતમાં ખુબ લોકપ્રિય થઈ ગઈ હતી અને મોટી કમાણી કરી રહી હતી. સરહદ પર ચીનની હરકત જોવા બાદ અને આ એપમાં ખામી જણાયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ભારતના નિર્ણય બાદ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ભારતે ચીનની જે એપ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ટિકટોક અને યૂસી બ્રાઉઝર પણ સામેલ છે, જે ભારતમાં ખુબ લોકપ્રિય હતા. પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news