આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના વલણ પર રાજનાથનું નિવેદન, કહ્યું- ભગવાન આવા પાડોસી કોઇને ના આપે
જમ્મુ કાશ્મીર પર સરકારના નિર્ણયથી નારાજ પાકિસ્તાને ભારતની સામે ઘણા એકતરફી નિર્ણયોની જાહેરાત કરી છે. તેના પર પ્રતિક્રિયા આપતા રક્ષા મત્રી રાજનાથ સિંહએ પાકિસ્તાનનું નામ લીધા વગર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે, ‘સૌથી મોટી આશંકા તો આપણી અમારા પાડોસી વિશે છે
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર પર સરકારના નિર્ણયથી નારાજ પાકિસ્તાને ભારતની સામે ઘણા એકતરફી નિર્ણયોની જાહેરાત કરી છે. તેના પર પ્રતિક્રિયા આપતા રક્ષા મત્રી રાજનાથ સિંહએ પાકિસ્તાનનું નામ લીધા વગર પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે, ‘સૌથી મોટી આશંકા તો આપણી અમારા પાડોસી વિશે છે. સમસ્યા એ છે કે, તમે મિત્રો બદલી શકો છો પરંતુ પાડોસીની પસંદગી તમારા હાથમાં હોતી નથી અને જેવા પાડોસી આપણી બાજુમાં બેઠા છે, ભગવાન તેવા પાડોસી કોઇને ના આપે.’
આ પણ વાંચો:- દુનિયાને ખોટી તસવીર ન બતાવે PAK, કલમ 370 હટાવવી તે આંતરિક મુદ્દો છે: ભારત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતી વખતે પાકિસ્તાને તેના પરિણામો ભોગવવા માટે કહ્યું છે. રાજદ્વારી સંબંધોને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેના જવાબમાં ભારતે સ્પષ્ટ કહી દીધું કે પાકિસ્તાને કાશ્મીર પર દુનિયાને ખોટી તસવીર ન બતાવી. કલમ 370 હટાવવી ભારતનો આંતરિક મામલો છે. તેમાં પાકિસ્તાન હસ્તક્ષેપ ના કરે. અમે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો:- અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’
વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં કહ્યું કે, અમે આવા અહેવાલો જોયા છે જેમાં દ્વિપક્ષીય સંબંધોના મામલે પાકિસ્તાને એકતરફી નિર્ણય લીધા છે. તેના અંતર્ગત અમારી સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવામાં આવ્યા છે. તેમા કોઇ આશ્ચર્યની વાત નથી, કેમકે આ પ્રકારના પગાલની જાહેરાતથી જમ્મુ કાશ્મીરમાં અસંતોષની લાગણી ફેલાવવાનો પ્રયત્ન થતો અને બોર્ડ પારથી આતંકવાદને વાજબીપણું ગણાવવામાં આવતું. આર્ટિકલ 370થી જોડાયેલી જાહેરાત ભારતની આંતરિક બાબાત છે. ભારતનું બંધારણ હંમેશાં સાર્વભૌમ હતું, છે અને રહેશે. તેમાં હસ્તક્ષેપ કરી ક્ષેત્રમાં અસંતોષ ફેલાવવાનો પ્રયત્ન ક્યારેય સફળ થશે નહીં.
આ પણ વાંચો:- આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સન્માનિત
અમેરિકાની પ્રતિક્રિયા
આ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું છે કે, તેઓ ભારતને ધમકી આપવાની જગ્યાએ તમારી ભૂમીમાં વિકસી રહેલા આતંકવાદની સામે કાર્યવાહી કરે. અમેરિકાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A હટાવવા અને જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજનની જાહેરતાના જવાબમાં પાકિસ્તાને ભારતની સામે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- NSA ડોભાલની કાશ્મીર મુલાકાતથી બેચેન થયા આઝાદ, કહ્યું- ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકો છો’
તે પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કહ્યું હતું કે, ભારતને આ નિર્ણયનો અંજામ ભોગવવો પડશે. આ જ પરિપ્રેક્ષ્યમાં અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે, દેશમાં વિકસી રહેલા આતંકવાદી બંધારણ સામે નિર્ણાયક કાર્યવાહી કરી દેખાડો.
આ પણ વાંચો:- મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પૂરની સ્થિતિ, જુઓ Videoમાં કેટલી ખરાબ છે પરિસ્થિતિ
પાકિસ્તાનનું નવું ષડયંત્ર
આ વચ્ચે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર વ્યાકુળ પાકિસ્તાને હવે નવું ષડયંત્ર રચ્યું છે. પાકિસ્તાને ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ઉચ્ચ કમિશનર અજય બિસારિયાને પાકિસ્તાન છોડવા માટે કહ્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાનની ટોચની નાગરિક અને સૈન્ય નેતૃત્વ હાજર હતી. આ સાથે જ પાકિસ્તાને આ પણ નિર્ણય લીધો છે કે, તેમના રાજદૂત હવે દિલ્હીમાં નહીં રહે. આ ઉપરાંત પાકિસ્તાને 9માંથી 3 એરસ્પેસ ભારત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- આર્ટિકલ 370: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરી શકે છે રાષ્ટ્રને સંબોધન
ધૂંધવાયેલા પાકિસ્તાને લીધેલા 7 નિર્ણય...
1. ભારત સાથેના રાજદ્વારી સંબંધોના દરજ્જાને ઘટાડ્યો.
2. ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોની પુનઃસમીક્ષા કરવાનો નિર્ણય લીધો.
3. જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર અને યુએનની સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો.
4. પોતાનો 14 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ કાશ્મીરના લોકોના નામે સમર્પિત કર્યો.
5. ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને 'કાળા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત.
6. પોતાનાં તમામ કૂટનૈતિક માધ્યમોને ભારતના ક્રૂર અને જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દાને દુનિયાભરમાં ઉઠાવવા જણાવ્યું.
7. સેનાને પણ એલર્ટ રહેવા સુચના આપી.
જુઓ Live TV:-