NSA ડોભાલની કાશ્મીર મુલાકાતથી બેચેન થયા આઝાદ, કહ્યું- ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકો છો’

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) દ્વારા શોપિયાંમાં સામાન્ય લોકોથી મળવા અને તેમની સાથે બિરયાની ખાવા પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ બેચેન થઇ ગયા છે

NSA ડોભાલની કાશ્મીર મુલાકાતથી બેચેન થયા આઝાદ, કહ્યું- ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકો છો’

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) દ્વારા શોપિયાંમાં સામાન્ય લોકોથી મળવા અને તેમની સાથે બિરયાની ખાવા પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ બેચેન થઇ ગયા છે. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ‘પૈસા લઇને કોઇપણને સાથે લઇ શકાય છો’.

ખરેખરમાં, અજિત ડોભાલ બુધવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં ખાતે જમીનની વાસ્તવિકતાનો સમીક્ષાઓ કરવા પહોંચ્યા હતા. ત્યાં તેઓ રસ્તામાં લોકોથી મળ્યા અને તેમની સાથે ઘણી બધી વાતો પણ કરી. એટલું જ નહીં ડોભાલે પણ સામાન્ય લોકોની ભાવનાઓનું માન રાખી તેમની સાથે બિરયાનીની મજા માણી હતી. આ વાત ગુલામ નબી આઝાદને ખટકી અને તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું.

ડોભાલે સામાન્ય લોકો સાથે મુલાકાત દરમિયાન તેમની સાથે ખુલ્લીને વાત પણ કરી અને જમીનની વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર રાજ્યથી આર્ટિકલ 370 અને 35-એ હટાવવા પર તે લોકો નારાજ છે. પરંતુ સામે આવેલી તસવીરોમાં તે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, સામાન્ય લોકો તેનાથી ઘણા ખુશ છે.

બુધવારના જમ્મુ કાશ્મીરના શોપિયાં પહોંચ્યા બાદ અજિત ડોભાલે સૌથી પહેલા સુરક્ષાદળોની પરિસ્થિતિ જાણી હતી. ત્યારબાદ શોપિયાના સ્થાનિક લોકોની સાથે બિરયાનીની મજા પણ માણી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દુર થયા બાદ NSA પ્રમુખ અજિત ડોભાલ અને જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ શોપિયાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરક્ષાદળો સાથે વાત કરી અને ત્યાંની પરિસ્થિતિથી માહિતગાર થયા. ડીજીપી દિલબાગ સિંહે પણ જવાનોને જણાવ્યું કે, એનએસએ પ્રમુખે તેમના કાર્યની પ્રશંસા કરી છે.

તમને જણાવી દઇએ કે, ભારત સરકારે લોકસભા અને રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ (Jammu Kashmir Reorganization Bill) પાસ કરાવી જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ને ભારતના બીજા રાજ્યો જેવો દરજ્જો આપ્યો છે. હેવ આ રાજ્યમાં કલમ 370 અને 35-એની જોગવાઇઓ દૂર થઇ ગઇ છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news