Rajouri Encounter: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન બુધવાર (22 નવેમ્બર) એ શહીદ થઈ ગયા છે. પોલીસે કહ્યું કે સુરક્ષાદળોએ ઘટનાસ્થળ પર આતંકીઓને ઘેરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે ધર્મસાલના બાજીમાલ  વિસ્તારમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે અથડામણમાં એક અધિકારી અને એક સૈનિક શહીદ થયા છે અને એક સુરક્ષાકર્મીને ઈજા પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 



પ્રાપ્ત જાણકારી અનુસાર એનકાઉન્ટમાં સેનાના એક અધિકારી અને એક જવાન શહીદ થયા છે. આતંકીઓના ફાયરિંગમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પીર પંજાલના જંગલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા એનકાઉન્ટર તયા છે, આ વિસ્તાર સેના માટે હંમેશા પડકારજનક રહ્યો છે. અહીં ગાઢ જંગલોમાં આતંકીઓને છુપાવા માટે ઘણા ઠેકાણા છે. 


આતંકીઓ પોતાની સ્થિતિને છુપાવવા માટે દુર્ગમ પહાડો, ગાઢ જંગલો અને અપ્લાઈન જંગલોનો ફાયદો ઉઠાવે છે. પાછલા સપ્તાહે રાજૌરીમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર થયો હતો.