Jammu Kashmir: ઝડપથી થઈ રહ્યો છે આતંકનો સફાયો, વર્ષ 2022માં અત્યાર સુધી 100 આતંકીઓ ઢેર
Jammu Kashmir: વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આશરે 100 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે ભારતીય સેના સતત કાર્યવાહી કરી રહી છે. વર્ષ 2022ના પ્રથમ પાંચ મહિના દરમિયાન સુરક્ષા દળોએ આતંકીઓને મોટો ઝટકો આપ્યો છે. કાશ્મીર ઘાટીમાં સક્રિય 160-180 ઉગ્રવાદીઓમાંથી 12 જૂન સુધી સુરક્ષાદળોએ 100 આતંકીઓને ઠાર કરી દીધા છે.
આઈજીપી કાશ્મીર, વિજય કુમાર અનુસાર આ વર્ષના 5 મહિના અને 12 દિવસમાં માર્યા ગયેલા 100 આતંકીઓમાંથી 71 સ્થાનીક છે, જ્યારે 29 વિદેશી આતંકવાદી છે. આ તમામ પાકિસ્તાનના નાગરિક છે. માર્યા ગયેલા આતંકીઓમાં સૌથી વધુ નુકસાન લશ્કર-એ-તૈયબાને થયું છે, જેના 63 આતંકવાદીઓ ઠાર કરી દેવામાં આવ્યા છે.
જૈશ-એ-મોહમ્મદના 24 આતંકવાદી ઢેર
તો જૈશ-એ-મોહમ્મદના 24 આતંકીઓને ઢેર કરી દેવામાં આવ્યા છે. બાકી અંસાર-ગજવાતુલ હિંદ અને આઈએસજેકે સંબંધિત છે, જ્યારે મે મહિનામાં 27 આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એપ્રિલમાં 24 આતંકીઓ, ત્યારબાદ જાન્યુઆરીમાં 20, માર્ચમાં 1
અને ફેબ્રુઆરીમાં 7 આતંકવાદી માર્યા ગયા છે. જૂનના પ્રથમ 12 દિવસમાં નવ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રશિયાએ ભારતને આપ્યા આ 'ખુશખબર', પાક-ચીનને પેટમાં ફાળ પડશે
વર્ષ 2021માં 50 આતંકીઓ થયા હતા ઢેર
પરંતુ આ સંખ્યા વર્ષ 2021માં એક સમય દરમિયાન માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાથી બમણી છે. સુરક્ષાદળોએ આ સમયગાળામાં 2021માં 49 સ્થાનીક અને 1 વિદેશી સહિત 50 આતંકીઓને ઠાર કર્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube