S-400 Missile System: રશિયાએ ભારતને આપ્યા આ 'ખુશખબર', પાક-ચીનને પેટમાં ફાળ પડશે
રશિયા-ભારત રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ પર ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક સારા સમાચાર આપતા કહ્યું કે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સારી રીતે અને નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આગળ વધી રહી છે. ભારતે ઓક્ટોબર 2018માં આ સિસ્ટમની પાંચ સ્ક્વોડ્રન માટે રશિયા સાથે 5. 43 બિલિયન અમેરિકી ડોલરની ડીલ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: રશિયા-ભારત રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ પર ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે એક સારા સમાચાર આપતા કહ્યું કે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ સારી રીતે અને નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આગળ વધી રહી છે. ભારતે ઓક્ટોબર 2018માં આ સિસ્ટમની પાંચ સ્ક્વોડ્રન માટે રશિયા સાથે 5. 43 બિલિયન અમેરિકી ડોલરની ડીલ કરી હતી.
ધ ઈકોનોમિક્સ ટાઈમ્સના એક અહેવાલ મુજબ અલીપોવે જણાવ્યું કે ભારત-રશિયા વચ્ચે બહુઆયામી સહયોગ દુનિયાના સૌથી વિસ્તૃત સહયોગોમાંથી એક છે. બંને દેશ સાચી દોસ્તી અને પરસ્પર વિશ્વાસના નિર્માણમાં સફળ થયા છે. વર્ષ 2022 ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને રશિયન-ભારતીય રાજનયિક સંબંધો કે જે એપ્રિલ 1947માં સ્થપાયા હતા, તેની 75મી વર્ષગાંઠ એમ બંનેને દર્શાવે છે.
એસ-400 વિશે કરી આ વાત
તેમણે કહ્યું કે મુખ્ય મુદ્દાઓ પર અમારી સ્થિતિ મેળ ખાય છે. અલીપોવે કહ્યું કે સૌથી સારી એસ-400 સિસ્ટમ ડિલિવરી શિડ્યૂલ મુજબ સારી રીતે આગળ વધી રહી છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એવી ચિંતા હતી હતી યુક્રેન યુદ્ધના કારણે સૈન્ય ઉપકરણોની આપૂર્તિમાં વિલંબ થઈ શકે છે.
રશિયાએ એસ-400 મિસાઈલ સિસ્ટમની પહેલી રેજિમેન્ટની આપૂર્તિ ગત વર્ષ ડિસેમ્બરમાં શરૂ કરી હતી. જ્યારે બીજી રેજિમેન્ટની આપૂર્તિ એપ્રિલમાં શરૂ કરી હતી. આ મિસાઈલ સિસ્ટમને એ પ્રકારે તૈનાત કરવામાં આવી છે જેથી કરીને તે ઉત્તર બાજુએ ચીન સાથે પાકિસ્તાનની સાથે લાગેલી સરહદને પણ કવર કરી શકે છે.
National Herald Case: 1938માં શરૂ થયેલું નેશનલ હેરાલ્ડ 2008માં બંધ, જાણો સોનિયા-રાહુલ પર શું છે આરોપ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે