જમ્મૂ-કાશ્મીર: ઉરીમાં ફરી એકવાર હુમલાની તૈયારીમાં હતા આતંકવાદી, સેનાએ નિષ્ફળ કર્યું ષડયંત્ર
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ત્યારબાદ આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળોના જવાનોએ સેના કેમ્પ પર આતંકી હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. ગત રાત્રી ઉરીના રાજારવાનીમાં સેનાની આર્ટિલરી યૂનિટ (19 ડિવીઝન) પર તૈનાત સંતરીએ શંકાસ્પદ હરકત જોવા પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ત્યારબાદ આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે હજુ સુધી કોઇપણ આતંકવાદીની લાશ મળી નથી.
વધુમાં વાંચો: મહાસચિવ બન્યા બાદ પહેલી વખત યૂપીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, લખનઉમાં કરશે રોડ શો
પોલીસ અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. જ્વાઇન્ટ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી માહીત મુજબ આ વિસ્તારના નલ્લાહની પાસે બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે
કુલગામમાં સુરક્ષા દળોની સાથે એન્કાઉન્ટરમાં 5 આતંકવાદી ઠાર
10 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળની સાથે એન્કાઉન્ટરમાં હિજબૂલ મુઝાહિદીન અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ રવિવાર સવારે જિલ્લાના કલ્લેમ ગામમાં સુરક્ષા દળોના તપાસ દળ પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઇ ગયુ હતુ.