મહાસચિવ બન્યા બાદ પહેલી વખત યૂપીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, લખનઉમાં કરશે રોડ શો
રાહુલ અને પ્રિયંકા 11 ફેબ્રુઆરીએ લખનઉ આવશે. તેમની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. તેમના યૂપી પ્રવાસની શરૂઆત લખનઉના અમૌસી એરપોર્ટથી કોંર્ગ્રેસ ઓફિસ સુધીના રોડ શોથી કરવામાં આવશે.
Trending Photos
લખનઉ: કોંગ્રેસના નવનિયુક્ત મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી પ્રિયંકા ગાંધી તેમના ભાઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે 11 ફેબ્રુઆરીએ ચાર દિવસના પ્રવાસ પર લખનઉ આવશે. કોંગ્રેસના સત્તાવાર સુત્રોએ ગુરૂવારે જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકા 11 ફેબ્રુઆરીએ લખનઉ આવશે. તેમની સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. તેમના યૂપી પ્રવાસની શરૂઆત લખનઉના અમૌસી એરપોર્ટથી કોંર્ગ્રેસ ઓફિસ સુધીના રોડ શોથી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, પ્રિયંકા 11થી 14 ફેબ્રુઆરી સુધી લખનઉમાં રહેશે. તેઓ પ્રદેશની દરેક 80 લોકસભા બેઠક પર સંગઠનની સ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા 23 જાન્યુઆરીએ પાર્ટીના મહાસચિવ બન્યા બાદ પહેલી વખત ઉત્તર પ્રદેશના પ્રવાસ પર આવી રહ્યાં છે. તેમના સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તપ પ્રદેશના પ્રભાર સોંપવામાં આવ્યો છે. તેઓ પણ નવો પદભાર સંભાળ્યા બાદ પહેલી વખત પ્રદેશ પહોંચી રહ્યાં છે.
કોંગ્રેસ મહાસચિવ તરીકે ઉત્તર પ્રદેશની તેમની પ્રથમ યાત્રાના એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે રાજ્યના લોકોની સાથે મળીને તેઓ ‘નવું રાજકારણ’ શરૂ કરવાની આશા કરે છે. જેમાં દરેકની ભાગીદારી હશે. પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશના અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા બાદ સોમવારે રાજ્યમાં તેમની પહેલી યાત્રા હશે.
ત્રણે નેતાઓ હાવઇ મથકથી પાર્ટીના રાજ્યની મુખ્ય ઓફિસ સુધી યાત્રા દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓના રોડ શો કરવાની યોજના છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા આ યાત્રાથી રાજ્યમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો શંખનાદ તરીકે જોઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે