પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે

આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે.

પીએમ મોદી આજે અક્ષયપાત્રના કાર્યક્રમમાં બાળકોને પીરસશે ભોજન, પોતે પણ જમશે

વૃંદાવન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન કાર્યક્રમ અંતર્ગત વંચિત વર્ગના બાળકોને 3 અબજ થાળી પીરસશે. આ કાર્યક્રમ દેશના સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ફાઉન્ડેશનની તરફથી યોજવામાં આવતા કાર્યક્રમનો ભાગ છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના નિયામક (મીડિયા) ભરત દાસે પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રી મિડ-ડે ભોજન યોજના અંતર્ગત સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) અક્ષય પાત્ર ફાઉન્ડેશનની 3 અબજ થાળી પોતાના હાથે બાળકોને પીરસશે. આ સાથે જ અક્ષય પાત્ર ફાઉન્ડેશન મિડ-ડે ભોજન યોજના અંતર્ગત ભોજનની 3 અબજ થાળી પરોસવાનો રેકોર્ડ નોંધાવશે.

તેઓ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં અક્ષય પાત્રની 3 અબજ ભોજન થાળી સેવાને ચિહ્નિત કરવા માટે તકતીનું અનાવરણ કરશે અને વંચિત વર્ગના સ્કૂલના બાળકોને ભોજન પીરસશે. મોદી ઇસ્કોનના આચાર્ય શ્રીલ પ્રભુપાદના વિગ્રહમાં પણ પુષ્પાંજલિ અર્પણ કરશે.

આ કાર્યક્રમમં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર, યોગી સરકારમાં કેબિનેટ મંત્રી શ્રીકાંત શર્મા, મથુરાથી સાંસદ હેમા માલિની સહિત સરકારના કેટલાક અન્ય મંત્રી પણ હાજર રહેશે. અક્ષય પાત્રના નિયામકે જણાવ્યું કે વર્ષ 2012માં સંસ્થાએ 1 અબજ થાળી પીરસવાનો કોર્યક્રમ આયોજીત કર્યો હતો જ્યારે 2016માં 2 અબજ થાળી પીરસવાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

દાસે જણાવ્યું કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દેશના વિભિન્ન ક્ષેત્રોમાં મધ્યાહન ભોજન સંબંધી તેમના કાર્યક્રમને આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે. અને 2025માં ફાઉન્ડેશનનું લક્ષ્ય 5 અબજ થાળી પીરસવાનું છે. તેમણે કહ્યું કે સંસ્થા તેલંગણા, આસામ અને ઉત્તરાખંડમાં તેમના કાર્યક્રમનો વિસ્તરણ કરી રહ્યાં છે. કર્ણાટકા તેમજ રાજસ્થાનમાં તેમના કાર્યમાં અમે પહેલીથી જ આગળ વધારી દીધો છે.

અધિકારીએ જમાવ્યું કે અમે દિલ્હીમાં અઅમારા કાર્યક્રમને વધારવા માગીએ છે અને આ દિશામાં દિલ્હી સરકાર સાથે વાત ચાલી રહી છે. દિલ્હીમાં અમે ત્રણ અક્ષય રસોઉ સંબંધિત સુવિધા તૈયાર કરી છે. તમણે જણાવ્યું કે અળધા એકર જમીન મળવા પર ક્યાંય પણ 25 હાજર લોકોની ક્ષમતાવાળું રસોડુ તૈયાર કરી શકીએ છે.

એક સવાના જવાબમાં દાસે કહ્યું કે આ કાર્યક્રમ અંતર્ગત એક વિદ્યાર્થીને થાળી પીરસવાનો ખર્ચ લગભગ 12 રૂપિયા આવે છે. જેમાંથી 8 રૂપિયા સુધીની સહાયતા સરકારથી મળે છે અને 4 રૂપિયા અમે ભેગા કરીએ છે. ઉલ્લેખનીય છે કે સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) અક્ષયપાત્ર સ્કૂલોમાં મધ્યાહન ભોજન યોજના અમલીકરણમાં સહયોગીની ભૂમિકા નિભાવે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન વર્ષ 2000માં શરૂઆત કર્યા બાદ 19 વર્ષના સમયગાળામાં 12 રાજ્યોના 14,702 સ્કૂલો સુધી પહોંચી 1.76 મિલિયન બાળકોને મિડ-ડે ભોજન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news