Controversial Statement: જાવેદ અખ્તર પોતાની વાતને બિંદાસ કહેવા માટે જાણિતા છે. પરંતુ આ વાત ક્યારેક ક્યારેક તેમના પર ભારે પણ પડી જાય છે. તેમના એક નિવેદનથી જાણે ફરી એકવાર એક સંગ્રામ શરૂ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે આ વિવાદિત નિવેદન કોમન સિવિલ કોડ (Common Civil Code) વિશે વાત કરતાં આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમજાવ્યો કોમન સિવિલ કોડનો અર્થ
એક ઇન્ટરવ્યુંમાં કોમન સિવિલ કોડનો અર્થ સમજાવતા જાવેદ અખ્તરે કહ્યું કે મારે એક પુત્ર અને એક પુત્રી છે. જો મારે મારી પ્રોપર્ટી આપવી હોય તો હું તેના બે બરાબર ભાગ કરીશ. જાવેદ અખ્તરે (Javed Akhtar) એ આગળ કહ્યું કે કોમન સિવિલ કોડનો અર્થ ફક્ત તમામ સમુદાયો માટે એક કાયદો હોવો જોઇએ નહી પરંતુ સ્ત્રી અને પુરૂષો માટે પણ એક કાયદો હોવો. 

આ પણ વાંચો:  TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે


સ્ત્રીને પણ મળે એકથી વધુ પતિ રાખવાનો હક!
જાવેદ અખ્તર જ્યાં પોતાના શબ્દોના લીધે લોકોના દિલ જીતે છે તો બીજી તરફ ઘણીવાર તેમના શબ્દ લોકોનું દિલ ચીરી લે છે. જોકે આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે જો પુરૂષોને એકથી વધુ બેગમ રાખવાનો અધિકાર (Right) આપવામાં આવ્યો છે તો સ્ત્રીઓને પણ એકથી વધુ પતિ રાખવાનો હક મળવો જોઇએ. જો આવું નથી તો આ બરાબરી કેવી થઇ. આ નિવેદન બાદ કેટલાક લોકોએ મળીને જાવેદ અખ્તરના વિરૂદ્ધ અવાજ ઉઠાવવાની વાત પણ કહી છે. 


સોશિયલ મીડિયા પર જોરદાર ચાલી રહ્યો હંગામો
જાવેદ અખ્તરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર બબાલ મચી છે. ઘણા લોકોએ લેખના આ નિવેદન પર વાંધો વ્યક્ત કરતાં માફી માંગવાની માંગ પણ કરી છે. સૈફ અબ્બાસ નકવીએ જાવેદ અખ્તરના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. જોકે ઘણા લોકો જાવેદ અખ્તરની વાતને સપોર્ટ કરતાં પણ જોવા મળ્યા. 


આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube