કર્નાટક: કુમારસ્વામી બોલ્યા,‘અમે બીજેપીને સાથ નહિ આપીએ, ધારાસભ્યો ન આપે અફવા પર ધ્યાન’
બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ કર્નાટકના નવા મુખ્યમંત્રી તરીકે શુક્રવારે શપથ લીધા છે.
બેંગલુરુ: કર્નાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શકતા હાલમાંજ તેમની સરકાર પડી ભાગી હતી. ત્યાર બાદ કર્નાટકમાં બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પાએ નેતૃત્વમાં ભગવા પાર્ટીને સરકાર બનાવા માટેનો દાવો રજૂ કર્યો હતો. આ બઘાની વચ્ચે જેડીએસ નેતા અને કર્નાટકના ગઠબંધન સરકારના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મોટુ નિવેદન આપ્યું છે. ન્યુઝ એજન્સી એએનઆઇ અનુસાર, એચડી કુમારસ્વામીએ કહ્યું કે બીજેપી સાથે ગઠબંધન કરવાન સામાચાર અંગે જાણ કરી હતી. અને તેમા કોઇ આધાર નથી.
એચડી કુમારસ્વામીએ કહ્યું કે વિધાયકો અને પાર્ટીના કાર્યકર્તાઓએ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહિ, તેમણે વધુમાં કહ્યું કે, અમે ‘જનસેવા’ પાર્ટી બનાવી છે. અને જનતા માટે અમારી લડાઇ આગળ પણ ચાલુ રહેશે. મહત્વનું છે, કે કર્નાટકમાં બીજેપીએ શુક્રવારે સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યમાં સરકાર બનાવાનો દાવો રજૂ કર્યો અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદુરપ્પા રાજ્યપાલ વજુભાઇ વાળાને મળવા પહોંચ્યા હતા.
જમ્મુ કાશ્મીર: ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અમરનાથ યાત્રા રોકવામાં આવી
ત્યારબાદ બીએસ યેદુરપ્પાએ બેંગલોરમાં રાજભવનમાં પદ અને ગોપનીયતાની શપથ લીધી તે ચોથી વાર કર્નાટકના મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ કર્નાટકમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજનૈતિક ગતિવિધિઓ પર શુક્રવારે સાંજે વિરામ લાગ્યો હતો. સીએમ બનકાની સાથે જ યેદુરપ્પા એક્શનમાં આવી ગયા હતા. શપથ ગ્રહણ બાદ યેદુરપ્પાને કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણયો લઇ લીધા છે. યેદુરપ્પાએ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના સિવાય તે લાભાર્થીઓને અલગથી 2000 રૂપિયાની સહાય પ્રદાન કરશે. આ રીતે યેદુરપ્પાએ રાજ્યના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો હતો.
ઓપરેશન મહાલક્ષ્મી: 900 યાત્રીઓને બચાવાયા, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
જુઓ LIVE TV:
યેદુરપ્પાએ તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સૌથી પહેલા કારગિલ શહિદોને નમન કર્યું હતું. મે કર્નાટકમાં સાડા છ કરોડ જનતાને ધન્યવાદ કરુ છું. આગામી થોડા દિવસોમાં અમે તમને દેખાડીશું કે શાસન કેવી રીતે કરવામાં આવે છે. મારુ મુખ્યમંત્રી પદ રાજ્યના લોકોએ આપેલુ સન્માન છે.