જમ્મુ કાશ્મીર: ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અમરનાથ યાત્રા રોકવામાં આવી

રામબન જિલ્લાના પંથિયાલા અને ડિગડોલ વિસ્તારોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભુસ્ખલન થયું હતુ, પરંતુ અમરનાથ યાત્રીઓએ આ પહેલા જ આ વિસ્તારને પાર કરી લીધો હતો. 

જમ્મુ કાશ્મીર: ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, અમરનાથ યાત્રા રોકવામાં આવી

જમ્મુ/કાશ્મીર: શનિવારે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે જમ્મુ-કાશ્મીરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવરોધ ઉત્પન્ન કર્યો હતો. જેથી અમરનાથની યાત્રાને રોકવામાં આવી હતી. રામબન જિલ્લાના પંથિયાલા અને ડિગડોલ વિસ્તારોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ભુસ્ખલન થયું હતુ, પરંતુ અમરનાથ યાત્રીઓએ આ પહેલા જ આ વિસ્તારને પાર કરી લીધો હતો.

અધિકારીઓએ કહ્યું કે યાત્રા બાદ તીર્થયાત્રીઓને પાછા જમ્મુ લઇ જવા વાળી ટીમ રામબન જિલ્લાના બનિહાલ અને રામસુની વચ્ચે ફસાયેલી છે. અધિકારીઓએ ભારે વરસાદને કારણે પહલગામ અને બાલટાલ એમ બંન્ને માર્ગો પરથી તીર્થયાત્રીઓને ગુફા મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

દિલ્હીમાં માથા ફરેલા આશિકે રસ્તા વચ્ચે યુવતીની ચાકુ મારીને હત્યા કરી

એક અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, ‘બાલટાલ અને પહલગામના રસ્તાઓ પર ગુફામંદિર અને પ્રવાસીઓના આવન જાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળ પર રોકી દેવામાં આવ્યા છે. ગુફા મંદિર તરફ યાત્રીઓને જવાદેવાનો નિર્ણય હવામાન સારુ થયા બાદ લેવામાં આવશે.

ચોમાસુ પૂરબહારમાં ખીલતા જ મુસાફરો મધ્યપ્રદેશના આ ડેસ્ટનેશન તરફ ડાયવર્ટ થયા

શનિવારે સવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર જે જોજિલા દર્રે પર પણ ભૂસ્ખલન જોવા મળ્યું હતું. જેથી ટ્રાફિક વિભાગના અધિાકારીના જણાવ્યા અનુસાર આ સ્થળ પર વાહનવ્યવહારને રોકી લેવામાં આવ્યો છે. 

જુઓ LIVE TV:

હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે, કે મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, અને આગામી 24 કલાકમાં યાત્રાના માર્ગો સહિત અનેક સ્થળો પર વરસાદ પડવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કરાણે માટી ભીની અને નરમ થઇ ગઇ હોવાથી ભારે વરસાદમાં ભૂસ્ખલન થઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news