વ્યક્તિને પક્ષીની જેમ ઉડવા સક્ષમ બનાવતો ખાસ સૂટ, ભારતે આપ્યો સેના માટે ઓર્ડર
Jetpack Suit: ભારતીય સેનાએ 48 જેટલા જેટ પેક સૂટ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ સૂટને ઉત્તર ભારતમાં ચીન સરહદે તૈનાત જવાનોને સોંપવામાં આવે તેવી શક્યતા છે. બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોનાં ઈન્ડિયા પેવેલિયનમાં જેટપેક સૂટ પહેરેલા સૈનિકનું મોડેલ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે.
Aero India 2023: બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની ખાસિયત એ છે કે આ સૂટને પહેરીને વ્યક્તિ જેટ વિમાનની જેમ ઉડી શકે છે. ગેસ ટર્બાઈન એન્જિનથી ચાલતા આ સૂટને પહેરીને સૈનિક 10થી 15 મીટરની ઉંચાઈએ ઉડી શકે છે. આ સૂટ દરેક સીઝનમાં કામ કરે છે.
40 કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા જેટપેક સૂટની મદદથી સેનાનાં જવાનો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત 10 મિનિટ સુધી ઉડી શકે છે. જેટ પેક પોતાની સાથે 80 કિલોગ્રામ સુધીનું વજન ઉંચકીને ઉડી શકે છે. પહાડ, રણ અને બરફથી આચ્છાદિત વિસ્તારોમાં પણ આ સૂટ કામ કરે છે.
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો: Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
કેવી રીતે કામ કરે છે જેટપેક સૂટ
જેટપેક સૂટ ગેસ કે પ્રવાહી ઈંધણથી ચાલે છે. તેનું ટર્બાઈન એન્જિન લગભગ 1000 હોર્સપાવરની ઉર્જા ઉત્પન્ન કરે છે. સૂટનો કન્ટ્રોલ જવાનનાં હાથમાં જ હોય છે. તેને પહેરીને જવાન 10થી 15 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ સૂટની મદદથી જવાનો સરહદ પરના સંવેદનશીલ વિસ્તારો, પહાડોમાં તેમજ જંગલોમાં સર્વેલન્સની કામગીરી સરળતાથી કરી શકશે. આ સૂટ પહેરીને ઉડતી વખતે જવાનો કોઈ પણ પ્રકારે હુમલો નથી કરી શકતા. જો કે ભવિષ્યમાં આ ક્ષમતા પણ વિકસાવી શકાય છે.
આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
ભારત ખરીદશે જેટ પેક સૂટ
ભારતીય સેનાએ 48 જેટલા જેટ પેક સૂટ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ સૂટને ઉત્તર ભારતમાં ચીન સરહદે તૈનાત જવાનોને સોંપવામાં આવે તેવી શક્યતા છે. બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોનાં ઈન્ડિયા પેવેલિયનમાં જેટપેક સૂટ પહેરેલા સૈનિકનું મોડેલ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે.
યુકેની કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની એકમાત્ર એવી કંપની છે, જે જેટ પેક સૂટ બનાવીને દુનિયાભરની સેનાઓને સપ્લાય કરે છે. કંપનીનાં સ્થાપક રિચાર્ડ બ્રાઉનિંગે 2016માં આ સૂટ તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube