નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ઉમેદવારને પોતાનો બહુમૂલ્ય મત આપવા માટે હરિયાણાના જીંદ વિધાનસભા વિસ્તારની પ્રજાનો ગુરૂવારે આભાર માન્યોહતો અને જણાવ્યું કે, એ જોઈને આનંદ થયો છે કે પક્ષના વિકાસના એજન્ડાને સમાજના તમામ વર્ગોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે પક્ષના હરિયાણા એકમ અને ત્યાંના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પણ અભિનંદન પાઠવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'હરિયાણા ભાજપાને પોતાનો આશિર્વાદ આપવા માટે હું જીંદની પ્રજાને અભિનંદન પાઠવું છું. આ એક એવી બેઠક હતી જ્યાં ભાજપ ક્યારેય જીતી શક્યું નથી. સમાજના તમામ વર્ગો વચ્ચે ભાજપના વિકાસના એજન્ડાને જે સમર્થન મળી રહ્યું છે એ જોઈને મને આનંદ થયો છે.'


કિરણ રિજિજુએ -40 ડિગ્રી તાપમાનમાં પહોંચી જવાનોનો વધાર્યો ઉત્સાહ


ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢાએ પોતાના હરીફ ઉમેદવાર જેજેપીના દિગ્વિજય સિંહ ચૌટાલાને 12,935 વોટના અંતરથી હરાવીને આ સીટ જીતી હતી. કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલા ત્રીજા સ્થાને રહ્યા. સુરજેવાલા અત્યારે કૈથલ વિધાનસભા બેઠક પરથી પક્ષના ધારાસભ્ય છે. મીડ્ઢા એમબીબીએસ ડોક્ટર છે અને તેમના પિતાના નિધન બાદ આ બેઠક ખાલી થઈ હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...