કિરણ રિજિજુએ -40 ડિગ્રી તાપમાનમાં પહોંચી જવાનોનો વધાર્યો ઉત્સાહ, ચલાવ્યું સ્નો સ્કૂટર
ભારત-ચીન સરહદ પર દેશની અંતિમ પોસ્ટ રિમખિમ પર તૈના જવાનો બારેમાસ કડકડતી ઠંડીમાં જ દિવસો પસાર કરતા હોય છે, તેમ છતાં દેશની સરહદમાં દુશ્મન ઘુસણખોરી ન કરે તેના માટે તેઓ દરેક ક્ષણે જાગતા રહે છે
Trending Photos
રિમખિમ(ઉત્તરાખંડ): ભારત ચીન સરહદ પર દેશની એક અંતિમ પોસ્ટ રિમખિમ આવેલી છે. 14,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ પોસ્ટ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં ભારતના ITBPના જવાનો ચીનના સૈનિકોની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવા માટે દરેક ક્ષણે જાગતા રહે છે. અહીં શિયાળામાં તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી જતું હોય અને ઉનાળામાં પણ અહીં ઠંડીનું વાતાવરણ રહે છે.
કિરણ રિજિજુ પહોંચ્યા
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુ આ જવાનોને મળવા પહોંચી ગયા હતા. તેઓ MI 17 હેલિકોપ્ટરમાં અહીં પહોંચ્યા હતા. તેમણે અહીં દેશના જવાનોને સંબોધિત કરતા જણાવ્યું કે, "તમે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની જે રીતે સેવા કરી રહ્યા છો તેમાં દેશ તમારી સાથે છે. અમારા વડા પ્રધાન મોદી અને સરકાર તમારી સાથે છે. તમે જોયું છે કે, વડા પ્રધાન હંમેશાં જવાનોને મળવા માટે સરહદ પર જાય છે."
-40 ડિગ્રી તાપમાન
રિમખિમમાં દિવસનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ અને રાતનું તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. 14,500 ફૂટની ઊંચાઈ હોવાને કારણે અહીં શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કેમ કે, ચારેય તરફ બરફ જ બરફ છવાયેલો હોય છે. રિમખિમ પોસ્ટ પર તૈનાત જવાન 'માના લા' અને 'નીતિ લા' જેવા પાસિસ પર નજર રાખે છે. આ પાસ દ્વારા જ ચીનના સૈનિકો અનેક વખત દેશની સરહદના અંદર ઘુસણખોરી કરવાના પ્રયાસ કરે છે.
સ્નો હાઉસમાં રોકાણ
રિમખિમ પોસ્ટ પર વિશેષ પ્રકારે બનેલા સ્નો હાઉસ છે, જેમાં થીજવી નાખે તેવી ઠંડી દરમિયાન પણ જવાનો અત્યંત આરામથી રહે છે. આ સ્નો હાઉસને ઈગ્લૂ પણ કહેવાય છે. ચીનને નજીકમાં જ નીતિ લા પાસ સુધી સડક બનાવી લીધી છે અને તે આરામથી ઈચ્છે ત્યારે આ વિસ્તારમાં આવ-જા કરી શકે છે. તેની સામે આપણા જવાનોને બરફમાં ભારે મહેનત કરવી પડે છે.
હેલિકોપ્ટરથી પૂરવઠો
આ વિસ્તારોમાં સડક ન હોવાને કારણે હેલિકોપ્ટરની મદદથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સપ્લાય કરવામાં આવે છે. અહીં 6-7 મહિના સુધી ભારે હિમવર્ષા થવાને કારણે આ વિસ્તાર બરફમાં દબાઈ જાય છે. હેલિકોપ્ટર જ અહીંની લાઈફલાઈન છે.
સ્નો સ્કૂટર આપવામાં આવ્યા
આ પોસ્ટ માટે વિશેષ સ્નો સ્કૂટર મગાવાયા છે. જે બરફની સપાટી પર ખુબ જ ઝડપથી દોડે છે. જવાનો આ સ્નો સ્કૂટર પર બેસીને સરહદ પર પેટ્રોલિંગ કરે છે. ડોકલામ ઘટના પછી આ સરહદોની ચોકસાઈ વધારી દેવામાં આવી છે. સરકાર પણ આ જવાનોનું ખાસ ધ્યાન રાખી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે