નવી દિલ્હી : બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના નેતૃત્વવાળી હમ પાર્ટી મહાગઠબંધનમાં સીટ શેરિંગ મુદ્દે નાખુશી વ્યક્ત છે. માંઝી બુધવારથી જ નારાજ છે. પાર્ટીનાં તમામ નેતાઓએ તેમની નારજગીને યોગ્ય ઠેરવી છે. તેઓ પુછી રહ્યા છે કે આખરે તેમની શક્તિને ઓછી શા માટે આંકવામાં આવી. તેમનું કહેવું છે કે જ્યારે મહાગઠબંધનમાં કોઇ નહોતું ત્યારે અમે હતા. નેતાઓએ તેમને વિનાશ કાળે વિપરિત બુદ્ધી ગણાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં C'PM' પર રાહુલ આકરા પાણીએ, મોદી દરેકનું ખરાબ બોલે છે

જીતન રામ માંઝીની નારાજગી વ્યક્ત કરતા હમ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પુર્વ મંત્રી મહાચંદ્ર સિંહે કરી છે. તેમણે માંઝીની નારાજગીને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે, જો તેઓ પોતાની પાર્ટીનાં નેતાઓ અને કાર્યકર્તાઓને જ સન્માન અપાવી શકે છે, ત્યારે મહાગઠબંધનમાં રહીને કરીશું શું ? 


Jet Airways ને નથી મળી રાહત, PNBએ 2050 કરોડ રૂપિયાનું દેવુ આપવાનો ઇન્કાર

મહાચંદ્ર સિંહ કહે છે કે જે પ્રકારે કાલે (બુધવારે)ની બેઠકમાં જીતન રામ માંઝીને હળવામાં લેવામાં આવ્યા તે અમારી સાથે અન્યાય થયો છે. તમામ લોકોને ખબર છે કે બિહારમાં માંઝીની શું હેસિયત છે. તેમણે કહ્યું કે, હું જીતન રામ માંઝીને મળીને પરત ફર્યો છું અને કહી શકું કે જો તેમની નારાજગી દુર નહી થાય તો મહાગઠબંધનને મોટુ નુકસાન સહેવું પડી શકે છે. 


સપા કાર્યકર્તાઓ સાથે સામંજસ્ય કેળવીને પ્રચાર કરે કાર્યકર્તા: માયાવતીની બેઠક

જીતનરામ માંઝીની પાર્ટીમાં હાલ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જો માંઝીની શક્તિને ઓછી આંકવામાં આવશે તો તેનું નુકસાન ભોગવવું પડી શકે છે. મહાગઠબંધનને જો આ લોકો કંઇ નહી કરે તો લોકો કંઇ પણ નહી કરે તો અમારે કરવું પડશે.