કેરળમાં C'PM' પર રાહુલ આકરા પાણીએ, મોદી દરેકનું ખરાબ બોલે છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં રેલી દરમિયાન પ્રદેશની લેફ્ટ સરકાર અને કેન્દ્રની સરકારની આકરી ઝાટકણી કાઢી હતી

કેરળમાં C'PM' પર રાહુલ આકરા પાણીએ, મોદી દરેકનું ખરાબ બોલે છે

કાઝીકોડ : પશ્ચિમ બંગાળમાં લેફ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે કેરળ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશની લેફ્ટ સરકાર અને સીપીએમ પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યો. કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ-આરએસએસની હિંસા સાથે  સીપીએમને પણ હિંસક વ્યવહાર કરનારી પાર્ટી ગણાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષે પ્રદેશની સીપીએમ સરકાર પર કેરળ પુર દરમિયાન પુરતું કામ નહી કરવાનો આરોપ લગાવ્યો. 

— ANI (@ANI) March 14, 2019

રાહુલ ગાંધીએ સીપીએમ પર હિંસા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હું સીપીએમને પુછવા માંગુ છું કે કેરળ જ્યારે પુરની ત્રાસદી સહી રહ્યા હતા, તેઓ ક્યા હતા ? હું સીપીએમને પુછવા માંગુ છું કે જ્યારે 10 પુર પ્રભાવિત પરિવારો માટે સીપીએમએ શું કર્યું ? સીપીએમ માત્ર એક જ વસ્તુ કરવા માટે સક્ષમ છીએ અને તેઓ હિંસક વ્યવહાર. જ્યારે રોજગારની વાત આવે છે તો સીપીએમની પાસે કોઇ જવાબ નથી હોતો. રાહુલે તેમ પણ કહ્યું કે, સીપીએમને તે સમજવામાં હજી સમય લાગશે કે તેમની વિચારધારા હવે મરણોસન્ન પરિસ્થિતીમાં અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. 

— ANI (@ANI) March 14, 2019

સીપીએમની સાતે જ રાહુલે આરએસએસ અને ભાજપની પણ આકરી ઝાટકણી કાઢી હતી. ભાજપ અને આરએસએસ પર પણ સીપીએમની જ જેમ હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ-આરએસએસ અને સીપીએસ કેરળમાં હિંસાનો પ્રયોગ કરે છે. હિંસા નબળા લોકોનું હથિયાર છે. કોંગ્રેસ હંમેશા અહિંસાથી સંઘર્ષ કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news