JNU હિંસા: વાયરલ થઈ રહેલી યુવતીને ZEE ન્યૂઝે શોધી, સામે આવ્યું સત્ય
ZEE ન્યૂઝે તે યુવતીને શોધી કાઢી છે. વાતચીત દરમિયાન યુવતીએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે. માસ્કમાં વાયરલ થઈ રહેલી યુવતીનું નામ શામ્ભવી છે. તેનું કહેવું છે કે જે સમયે જેએનયૂમાં હિંસા થઈ ત્યારે ત્યાં તે હાજર નહતી.
નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય (JNU) પરિસરમાં રવિવારે થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર એક માસ્કવાળી યુવતીની તસવીર વાયરલ થઈ રહી છે. લોકો લખી રહ્યાં છે કે આ યુવતી હુમલાખોરની આગેવાની કરી રહી હતી. ઝી ન્યૂઝે આ યુવતીને શોધી કાઢી છે. વાતચીત દરમિયાન યુવતીએ પોતાની સંપૂર્ણ વાત દેશ સમક્ષ રાખી છે. માસ્કમાં વાયરલ થઈ રહેલી યુવતીનું નામ શામ્ભવી છે. શામ્ભવીનું કહેવું છે કે જેએનયૂમાં જ્યારે હિંસા થઈ ત્યારે તે ત્યાં હાજર નહતી.
તેણે જણાવ્યું કે, જે સમયે સાબરમતી હોસ્ટેલમાં હંગામો થયો તે સમયે શામ્ભવી હોસ્પિટલમાં દાખલ હતી. તેની પાસે હોસ્પિટલનો પત્ર પણ છે, જ્યારે સાંજે 6.30 કલાકે એમ્સમાં દાખલ હતી. તેણે જણાવ્યું કે પેરિયાર હોસ્ટેલમાં જ્યારે હુમલો થયો ત્યારે તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. શામ્ભવીનો આરોપ છે કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે નથી. તેણે આજે પણ ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો. તેનો કલર અને આ શર્ટનો કલર બંન્ને અલગ છે.
વિદેશ પ્રધાન બોલ્યા- જ્યારે હું JNUમાં ભણતો હતો ત્યારે કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી
જેએનયૂ હિંસા મામલો પોલીસે દાખલ કરી એફઆરઆય
જવાહર લાલ નેહરુ વિશ્વ વિદ્યાલય (JNU) પરિસરમાં રવિવારે થયેલી હિંસાની તપાસના મામલામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના વિશેષ કમિશનર સતીષ ગોલચા અને ડીસીપી જ્વોય ટિર્કીએ થોડા સમય પહેલા ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મુદ્દે તપાસ કરી રહેલી તમામ ટીમો ડીસીપી જ્વોય ટિર્કીને રિપોર્ટ કરશે. આ મામલે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જેએનયુના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા દિવસથી હોસ્ટેલ ફી વધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર લહીલટી હ્લોકના 100 મીટરની અંદર કોઈપણ વિરોધની મંજૂરી નથી.
ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ઇન્સપેક્ટરની આગેવાનીમાં એક પોલીસ દળ 5 જાન્યુઆરીએ બપોરે 3.45 કલાકે વહીવટી બ્લોકમાં તૈનાત હતું. કેટલાક વિદ્યાર્થીઓ વિશે માહિતી મળી કે પેરિયાર હોસ્ટેલમાં ભેગા થયા છે અને તેની વચ્ચે લડાઈ થઈ છે તથા તે સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....