વિદેશ પ્રધાન બોલ્યા- જ્યારે હું JNUમાં ભણતો હતો ત્યારે કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી

જેએનયૂમાં રવિવારે થયેલી હિંસા પર વિદેશ પ્રધાન એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જ્યારે હું જેએનયૂમાં ભણતો હતો ત્યારે ત્યાં કોઈ  'ટુકડે ટુકડે' ગેંગ જોઈ નથી. 
 

વિદેશ પ્રધાન બોલ્યા- જ્યારે હું JNUમાં ભણતો હતો ત્યારે કોઈ  'ટુકડે ટુકડે' ગેંગ નહતી

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ( Jawaharlal Nehru University)માં થયેલી હિંસા બાદની સ્થિતિ વિશે પૂછાયેલા સવાલ પર વિદેશ પ્રધાન એસ જયશંકરે (EAM S Jaishankar) કહ્યું કે, જેએનયૂમાં (JNU) પહેલા કોઈ 'ટુકડે ટુકડે' ગેંગ નહતી. 

વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું, 'હું ચોક્કસપણે તમને જણાવી શકુ છું, જ્યારે હું જેએનયૂમાં અભ્યાસ કરતો હતો, તો અમે ક્યાં કોઈ  'ટુકડે ટુકડે' ગેંગ જોઈ નથી.'

જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય પરિસરમાં રવિવારે થયેલી હિંસા બાદ જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી એસ જયસંકરે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, આ સંપૂર્ણ રીતે વિશ્વવિદ્યાલયની પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે. 

— ANI (@ANI) January 6, 2020

મહત્વનું છે કે  'ટુકડે ટુકડે' શબ્દનો ઉપયોગ હંમેશા દક્ષિણપંથી દળો દ્વારા વિપક્ષી પાર્ટીઓ વિશેષ કરીને વામ સમર્થિક સંગઠનો પર હુમલો કરવા માટે કરવામાં આવે છે. 

— ANI (@ANI) January 6, 2020

હકીકતમાં, વિદેશ પ્રધાન એસ જયશંકર એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કલમ 370, અયોધ્યા અને જીએસટી જેવા મુદ્દા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે પઠાણકોટ હુમલો થયો હતો ત્યારે પણ પાકિસ્તાને સ્વીકાર કર્યું હતું કે ગુનેગાર કોણ છે. આ સરકાર ખુબ સ્પષ્ટ છે કે કોણ પીડિત છે અને કોણ ગુનેગાર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news