JNU હિંસાઃ દિલ્હી પોલીસની FIRમાં શું છે, વાંચો મુખ્ય વાતો
આ મામલે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જેએનયુના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા દિવસથી હોસ્ટેલ ફી વધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર લહીલટી હ્લોકના 100 મીટરની અંદર કોઈપણ વિરોધની મંજૂરી નથી.
નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરુ વિશ્વ વિદ્યાલય (JNU) પરિસરમાં રવિવારે થયેલી હિંસાની તપાસના મામલામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના વિશેષ કમિશનર સતીષ ગોલચા અને ડીસીપી જ્વોય ટિર્કીએ થોડા સમય પહેલા ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મુદ્દે તપાસ કરી રહેલી તમામ ટીમો ડીસીપી જ્વોય ટિર્કીને રિપોર્ટ કરશે. આ મામલે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જેએનયુના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા દિવસથી હોસ્ટેલ ફી વધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર લહીલટી હ્લોકના 100 મીટરની અંદર કોઈપણ વિરોધની મંજૂરી નથી.
ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ઇન્સપેક્ટરની આગેવાનીમાં એક પોલીસ દળ 5 જાન્યુઆરીએ બપોરે 3.45 કલાકે વહીવટી બ્લોકમાં તૈનાત હતું. કેટલાક વિદ્યાર્થીઓ વિશે માહિતી મળી કે પેરિયાર હોસ્ટેલમાં ભેગા થયા છે અને તેની વચ્ચે લડાઈ થઈ છે તથા તે સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
નિરીક્ષક અન્ય પોલીસકર્મીઓની સાથે પેરિયાર હોસ્ટેલ પહોંચ્યાં, જ્યાં તેમણે આશરે 50 લોકોને માસ્ક પહેરીને અને લાકડી સાથે જોયા હતા. ટોળું હોસ્ટેલના વિદ્યાર્થીઓને મારી રહ્યું હતું અને સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યું હતું. પરંતુ પોલીસને જોઈને તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. સાંજે આશરે 7 કલાકે સાબરમતી હોસ્ટેલમાં ઉશ્કરાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને માર મારવા વિશે હિંસાના પીસીઆર કોલ આવવા લાગ્યા હતા.
પીએ સિસ્ટમની મદદથી વેન્ડલ્સને ચેતવણી આપવામાં આવી પરંતુ તે સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને મારી રહ્યાં હતા. તે બધા ભાગી ગયા. ઘણા વિદ્યાર્થીઓને ઈજા થઈ અને તેમને એમ્સ લઈ જવામાં આવ્યા હતા. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે આઈપીસીની કલમ 145, 147, 148 149, 151 અને કલમ 3 મુજબ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે.
JNU હિંસા એ સરકાર પ્રાયોજિત આતંક અને ગુંડાગીરી, ન્યાયિક તપાસ થવી જોઈએ: કોંગ્રેસ
કોંગ્રેસે કરી ન્યાયિક તપાસની માગ
સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જેએનયુના વિદ્યાર્થીઓને નિર્દયતાથી પીટાઈ કરાવે છે. અંહકારી સરકારની ખુરશી આજે ડગુમગુ થઈ રહી છે. જેએનયુના વિદ્યાર્થીઓ પર નકાબપોશ ગુંડાઓએ હુમલો કર્યો. દિલ્હી પોલીસ હિંસાને ચૂપચાપ જોતી રહી. મોદી સરકાર યુવાઓનો અવાજ દબાવવા માંગે છે.
કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે "જેએનયુ હિંસાની પાછળ સરકારનો હાથ હતો. સુરજેવાલાએ કહ્યું કે સરકાર પ્રાયોજિત આતંકવાદ અને ગુંડાગીરી છે. આ બધુ ગૃહમંત્રી અમિત શાહના ઈશારે થયું છે. આ દેશના યુવાઓને અમિત શાહની તપાસ પર ભરોસો નથી. અમે માગણી કરીએ છીએ કે હિંસાની ન્યાયિક તપાસ થવી જોઈએ. તે પણ દિલ્હી હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખમાં."
JNU હિંસા : પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ચાવવા પડ્યા લોઢાના ચણા
કોર્ડવર્ડ દ્વારા રચાયું હતું હિંસાનું ષડયંત્ર
સૂત્રોના જણાવ્યાં મુજબ ત્યારબાદ કેટલાક વોટ્સ એપ (Whatsapp) ગ્રુપ બનાવવામાં આવ્યાં અને બદલો લેવાનું પ્લાનિંગ કરાયું. ત્યારબાદ બહારથી નકાબપોશ આવ્યાં અને તેમને કોડ વર્ડ આપવામાં આવ્યાં. જેના દ્વારા હુમલાખોરો પોતાના લોકોની ઓળખ કરી શકે અને તેમની પીટાઈ ન કરી શકે. લગભગ 6 વાગે લાકડી, ડંડાથી લેસ નકાબપોશ ભીડે હુમલો કરવાનું શરૂ કર્યું. તે સમયે અંધારું હતું આથી કોણ 'રાઈટ' અને કોણ 'લેફ્ટ' વાળા છે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. આથી કોડવર્ડ દ્વારા હુમલાખોરોએ કોને મારવા અને કોને ન મારવા તેની ઓળખ કરવાની હતી.
JNU હિંસા મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણીને દંગ રહી જશો
લેફ્ટ નેતાઓએ ભીડને ઉક્સાવી, હિંસા સમયે અમારો કોઈ વિદ્યાર્થી નહતો-ABVP
આ બાજુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસાના મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પણ પોતાનો પક્ષ રજુ કર્યો છે. એબીવીપીનું કહેવું હતું કે રવિવારે સાંજે થયેલી હિંસામાં અમારો કોઈ વિદ્યાર્થી સામેલ નહતો. એબીવીપીએ કહ્યું કે ડાબેરીઓએ પ્રાયોજિત રીતે હિંસા કરી. વિદ્યાર્થી પરિષદે કહ્યું કે જેએનયુ હિંસામાં જામિયાના પણ કેટલાક લોકો સામેલ છે.
એબીવીપીનો આરોપ છે કે વામપંથી વિદ્યાર્થી સંગઠન આઈસા (AISA)ના સતીષચંદ્ર યાદવે ભીડે ઉક્સાવી, અને ડંડાથી વિદ્યાર્થીઓની પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓ સતત જેએનયુમાં ગતિરોધ કર્યા કરતા હતાં. તેમણે રજિસ્ટ્રેશન કરાવી રહેલા વિદ્યાર્થીઓના હાથમાંથી ફોર્મ છીનવીને ફાડી નાખ્યાં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube