JNU હિંસા : પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ચાવવા પડ્યા લોઢાના ચણા 

ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી પ્રદર્શન કર્યું હતું. જોકે વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા હતા જેના પગલે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે 

JNU હિંસા : પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ચાવવા પડ્યા લોઢાના ચણા 

નવી દિલ્હી : હાલમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ભારે હિંસા ભડકી છે. અહીં મોડી રાત સુધી વિદ્યાર્થીઓએ ગેટની બહાર પ્રદર્શન કર્યું હતું અને હજારોની સંખ્યામાં જામિયાના વિદ્યાર્થીઓ પણ જેએનયુ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રબળ આક્રોશને જોઈને પોલીસે જેએનયુના દરવાજા ખોલી દીધા હતા જેના પગલે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની અંદર ચાલ્યા ગયા હતા. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા હતા જેના પગલે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હી પોલીસ હાલમાં બહારના વિદ્યાર્થીઓની ભુમિકા તપાસી રહી છે. જોકે પોલીસને આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ભારે મહેનત કરવી પડી હતી. 

ઘટનાની વિગતો જોઈએ તો JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફી વધારાનાં નિર્ણય વિરુદ્ધ બે મહિનાથી જેએનયુનાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આઇશીએ મીડિયાને જણાવ્યું કે, મારી પર માસ્ક પહેરીને આવેલા ગુંડાઓએ હુમલો કર્યો. મારુ લોહી વહી રહ્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર લેફટનાં વિદ્યાર્થી એકમનાં કાર્યકર્તા અને જેએનયુનાં ટીચર્સ ફી વધારાનાં મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન મારપીટ થઇ છે. જો કે આ ઘટનામાં અનેક ઘાયલ થયા હોવાની કોઇ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ નથી. 

યુનિવર્સિટીના CSRD વિભાગનાં સુચારિતા સેન ઉપર પણ હુમલો કરાયો હતો. એમને માથામાં ઈજા થતાં એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. હુમલામાં આઈશી ઘોષ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી સતિષ ચંદ્ર તથા ઘણા શિક્ષકો પણ ઘાયલ થયાં છે. આ ઘટના પછી લેફ્ટનાં વિદ્યાર્થી એકમે અને આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. આ અથડામણ પછી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ (ABVP) એ લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠન SFI, DSF અને આઇસા પર એબીવીપીનાં કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જેએનયુમાં એબીવીપીનાં અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, જેએનયુમાં એબીવીપીનાં કાર્યકર્તાઓ પર લેફ્ટનાં વિદ્યાર્થી સંગઠનો એસએફઆઇ, આઇસા અને ડીએસએફ સાથે જોડાયેલા લોકોએ હુમલો કર્યો છે. આ હુમલા એબીવીપી સાથે જોડાયેલા આશરે 15 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news