જોધપુર: લગ્ન બાદ ગુમ થયો પતિ, કાગળ પર લખી પત્નીને આપ્યા ત્રણ તલાક!
પીડિત છોકરીના પરિવારની પાસે એક પત્ર આવ્યો જેમાં છોકરાએ તેની પત્નીને પેપર પર તલાક તલાક તલાક લખીને મોકલાવ્યું હતું.
જોધપુર: પ્રધાનમંત્રી મોદી દ્વારા ત્રણ તલાક પર અધિનિયમ લાવ્યા બાદ પણ દેશભરમાં ત્રણ તલાકની ઘટનાઓ જોવા મળી રહી છે. હાલમાં જ જોધપુરના ચાંદના ભાકર ક્ષેત્રમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદના ભાકર ક્ષેત્રણમાં દેવી રોડ પર રહેતી રોહિનાના નિકાહ 4 જુલાઇએ થયા હતા. નિકાહના બીજા દિવસે પતિ અચાનક ઘરેથી ગાયબ થઇ ગયો છે.
પરિવારજનોને પછુવા પર તમણે કહ્યું કે તે ગુમ થઇ ગયો છે અને છોકરાના પરિવારજનોએ ઉદયમંદિર પોલીસ સ્ટેસનમાં છોકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી પીડિત છોકરીના પરિવારની પાસે એક પત્ર આવ્યો જેમાં છોકરાએ તેની પત્નીને પેપર પર તલાક તલાક તલાક લખીને મોકલાવ્યું હતું. સાથે જ તેણે ત્રણ વાર તલાક તલાક લખીને પત્નીથી વિવાહીત સંબધ તોડી નાખ્યો હતો.
અચાનક આ રીતે તલાકનું પેપર મળ્યા બાદ પરિવાર પણ આશ્ચર્યમાં આવી ગયા હતા. પીડિત પરિવારના સમજમાં આવ્યું ન હતું, ત્યારબદા પીડિત પરિવારે કોર્ટમાં અરજી દાખલ કરી ન્યાયની માંગ કરી થે. કોર્ટથી મળેલી ફરિયાદ પર પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ-સસરા શેર મોહમ્મદ શાહ હુસૈન માટો સસરા અને સાસુની સામે મુસ્લિમ મહિલા અધિનિયમ 2018 અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
આ સમગ્ર મામલે પીડિતાએ તેમના પતિ શહજાદને પરિવારજનો દ્વારા ભાગવા અને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રોહિનાના સપના તો લગ્ન જીવનના આનંદ પહેલાં વિખરાઈ ગયા છે. ત્યારે પીડિતા અને તેના પરિવારને કાયદા પર આશા છે કે તેમને જલ્દી ન્યાય મળે અને જે પણ દોષી છે તેમને તેમની ગુનાની સજા મળે.