નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ખેડૂતોની મદદ કરવા માટે મોદી સરકાર સંસદમાં 3 બિલ લાવી છે. નડ્ડાએ કહ્યું કે ખેડૂતો માટે ઉત્પાદનોને વેચવામાં મદદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ બિલોનો વિરોધ કરી રહી છે. ખેડૂતો પર કોંગ્રેસનું બેવડું ચરિત્ર સામે આવી રહ્યું છે. કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'


નડ્ડાએ કહ્યું કે 'ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ સંસદમાં 3 બિલ આવ્યા છે. જરૂરી વસ્તુ અધિનિયમ (સંશોધન) બિલ 2020 કાલે લોકસભામાં ચર્ચા થઈને પસાર પણ થઈ ગયું. એ જ રીતે ખેડૂતો ઉત્પાદનો વેપાર અને વ્યવસાય એક્ટ (Farmers Produce Trade and Commerce Act‌) તથા મૂલ્યા આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) સમાધાન બિલ. ત્રણેય બિલ ક્રાંતિકારી છે. આ ત્રણેય બિલ કે જે હાલ લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાઈ રહ્યાં છે તે ત્રણેય બિલ ખુબ દૂરંદ્રષ્ટિ ધરાવે છે.'


માત્ર 4 કલાકની નોટિસ પર કેમ થયું હતું Lockdown, તેનાથી શું ફાયદો થયો? સરકારે આપ્યો જવાબ 


તેમણે વધુમાં કહ્યું કે 'કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવામાં આ ત્રણેય બિલ ખુબ મહત્વપૂર્ણ અને લાભકારી છે. આ ત્રણેય બિલ ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ખુબ ઝડપથી વધારનારા રહેશે.'


કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે, 'આજે કોંગ્રેસ પાર્ટી આ બિલોનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું બેવડું ચરિત્ર છે. હંમેશા દરેક ચીજમાં તેમનું કામ રાજનીતિ કરવાનું છે. કોંગ્રેસને રાજનીતિ ક્યા સિવાય બીજુ કશું આવડતું નથી.' 


Monsoon session: સાંસદોના પગારમાં થશે 30%નો ઘટાડો, લોકસભામાં પાસ થયું બિલ


નોંધનીય છે કે જરૂરી વસ્તુ (સંશોધન) બિલ 2020ને ગઈ કાલે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આ બિલ અનાજ, ખાદ્યતેલ, ડુંગળી, બટાકા વગેરેને જરૂરી વસ્તુઓની સૂચિમાંથી હટાવવાની જોગવાઈ કરે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube