ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ગિરિરાજસિંહને કહ્યું મોઢુ સંભાળીને વાત કરો
BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કડક સંદેશો આપ્યો છે. સુત્રો અનુસાર જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને અકારણ નિવેદનબાજી નહી કરવા કડક સંદેશ આપ્યો છે. તેમણે ગિરિરાજસિંહનાં તે નિવેદન અંગે પણ નારાજગી વ્યક ત કરી છે. હાલમાં જ ગિરિરાજ સિંહે દેવબંધ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે દેવબંધને આતંકવાદની ગંગોત્રી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ગિરિરાજસિંહ સહારનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી સંબોધિત કરતા કહ્યું કે, મોટા આતંકવાદીઓ બધા અહીંથી જ નિકળ્યા છે, પછી તે હાફીઝ સઇદ હોય કે કોઇ બીજો હોય.
નવી દિલ્હી : BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કડક સંદેશો આપ્યો છે. સુત્રો અનુસાર જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને અકારણ નિવેદનબાજી નહી કરવા કડક સંદેશ આપ્યો છે. તેમણે ગિરિરાજસિંહનાં તે નિવેદન અંગે પણ નારાજગી વ્યક ત કરી છે. હાલમાં જ ગિરિરાજ સિંહે દેવબંધ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે દેવબંધને આતંકવાદની ગંગોત્રી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ગિરિરાજસિંહ સહારનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી સંબોધિત કરતા કહ્યું કે, મોટા આતંકવાદીઓ બધા અહીંથી જ નિકળ્યા છે, પછી તે હાફીઝ સઇદ હોય કે કોઇ બીજો હોય.
ટેક ઓફ કરી રહેલા પ્લેનની સામે અચાનક ફિલ્મી સ્ટાઇલે Jeep આવી ગઇ અને...
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર નિશાન સાધતા ગિરિરાજ સિંહે કહ્યું કે, આ સીએએ વિરુદ્ધ નહી પરંતુ ભારતની વિરુદ્ધ છે કારણ કે, જો CAA વિરુદ્ધ હોય તો, શાહીનબાગથી શરજિલ ઇમામનો આ અવાજ નિકળ્યો કે અમે ભારતને આસામમાંથી કાપી નાખીશું અને ભારતને નબળું પાડીશું. એટલું જ નહી ભારતમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની વાત પણ કરી હતી. શાહીનબાગથી શરજિલ ઇમામ એમ પણ બોલે છેકે અમારી કોમ સાથે જે ટકરાશે તે બરબાદ થઇ જશે. ત્યાંથી અફઝલ ગુરૂ અને યાકુબ મેમણનાં નારા લાગ્યા. તેનાપરથી સ્પષ્ટ થાય છે કે, બાળકો અને મહિલાઓમાં ઝેર ભરવામાં આવી રહ્યું છે.
શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને
વિવાદ વધતા તેમણે કહ્યું કે, મારુ નિવેદન યોગ્ય જ છે અને જો કોઇને મારા નિવેદન સામે વાંધો હોય તો તેઓ યુપી પોલીસને તે યાદી વિશે પુછી શકે છે કે કેટલા લોકો આતંકવાદી પ્રવૃતી સાથે સંડોવાયેલા છે. દિલ્હી ચૂંટણીમાં પણ ભાજપ પાર્ટીનાં નેતાઓએ વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનું નુકસાન પાર્ટીને ઉઠાવવું પડ્યું. હવે પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવાનાં પ્રયાસો કરી રહી છે. અમિત શાહ પણ એક ઇન્ટરવ્યુમાં સ્વિકારી ચુક્યા છે કે ગોળી મારો જેવા નિવેદનોનાં કારણે તેમને સમસ્યા થઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube