નવી દિલ્હી: ઇતિહાસમાં 24 જૂનનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. ટપાલ તેમજ ટેલિગ્રાફ વિભાગે 24 જૂનના રાષ્ટ્રી ટેલેક્સ સેવાની શરૂઆત કરી તેને ખાસ બનાવ્યું અને ક્રિકેટ અને ટેનિસના કેટલાક રેકોર્ડ પણ 24 જુનના દિવસે બન્યા હતા. 1974માં 24 જૂનનો જ દિવસ હતો જ્યારે ભારતીય ટીમ ઇગ્લેન્ડની સામે લોડર્સ ટેસ્ટ મેચમાં બીજી બેટિંગમાં માત્ર 42 ન પર સમેટાઇ ગઇ હતી. પરંતુ વર્ષો વિતી ગયા પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો ઓછામાં ઓછો સ્કોપ આજે પણ યથાવત છે. 24 જૂન 2010ના વિંબલડનમાં ટેનિસ ઇતિહાસની સૌથી લાંબી મેચ 11 કલાક અને 5 મિનિટ સુધી ચાલી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ અને દુનિયાના ઇતિહાસમાં 24 જૂનની તારીખ પર નોંધાયેલા અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની વિગતો નીચે મુજબ છે:-


  1. 1206: દિલ્હી સલ્તનતના પહેલા સુલ્તાન કુતુબુદ્દીન એબકની લાહોર (અત્યારે પાકિસ્તાન)માં તાજપોશી.

  2. 1564: ભારતની વીરાંગણા મહારાણી દુર્ગવતી મુઘલો સાથે યુદ્ધ દરમિયાન શહીદ બન્યા.

  3. 1793: ફ્રાન્સે પ્રથમ વાર રિપબ્લિકન બંધારણ સ્વીકાર્યું.

  4. 1963: પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગએ રાષ્ટ્રીય ટેલેક્સ સેવા શરૂ કરી

  5. 1966: મુંબઇથી ન્યૂયોર્ક જઇ રહેલું એર ઇન્ડિયાનું વિમાન સ્વિટ્ઝરલેન્ડના માઉન્ટ બ્લૈંકમાં દૂર્ઘટનાગ્રસ્ત થવાથી 117 લોકોના મોત.

  6. 1974: ભારતીય ટીમ લોડર્સ ટેસ્ટની બીજી બેટિંગમાં ઇગ્લેન્ડ સામે 42 રન પર સમેટાઇ ગઇ હતી. આ ટેસ્ટમાં ભારત ઓછામાં ઓછા સ્કોર સાથે આ મેચ 285 રનથી હાર્યા હતા.

  7. 1975: ન્યૂયોર્કના જેએફકે હવાઇ અડ્ડા પર વિમાન દુર્ધટનામાં 113 લોકોના મોત

  8. 1980: ભારતના ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરિનું નિધન

  9. 2010: વિંબલડનમાં ટેનિસના ઇતિહાસમાં સૌથી લાંબી મેચ 11 કલાક અને 5 મીનિટ સુધી ચાલી હતી. આ ઐતિહાસિક મેચ અમેરીકાના જોન ઇસનર અને ફ્રાંસના નિકોલસ માહૂતની વચ્ચે થઇ હતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...