નવી દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ મંગળવારે કેંદ્વ સરકારને એક પત્ર મોકલ્યો, જેમાં તેમણે આગામી મુખ્ય ન્યાયાધીશ પદ માટે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નામની ભલામણ કરી છે. ન્યાયમૂર્તિ ગોગોઇને ત્રણ ઓક્ટોબરના રોજ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ મિશ્રાએ કાનૂન અને ન્યાય મંત્રાલયને લખેલા પત્રમાં આગામી મુખ્ય ન્યાયાધીશ માટે ન્યાયમૂર્તિ ગોગોઇના નામની ભલામણ કરી છે. ન્યાયમૂર્તિ ગોગોઇ વરિષ્ઠતમ ન્યાયાધીશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે સીજેઆઇની ભલામણને સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ જસ્ટિસ ગોગોઇએ આગામી ત્રણ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય ન્યાયાધીશ પદના શપથ અપાવશે. જોકે ચીફ જસ્ટિસ મિશ્રા આગામી બે ઓક્ટોબરના રોજ નિવૃત થઇ રહ્યા છે, પરંતુ મહાત્મા ગાંધીની જયંતિ પર રજા હોવાના લીધે ચીફ જસ્ટિસ મિશ્રાનો અંતિમ કાર્યદિવસ એક ઓક્ટોબર જ રહેશે. કેંદ્રીય કાનૂન મંત્રાલયે ગત અઠવાડિયે જ દેશના મુખ્ય ન્યાયાધીશને પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની અપીલ કરી હતી. 


જોકે, સીજેઆઇના રૂપમાં ન્યાયમૂર્તિ મિશ્રાનો કાર્યકાળ બે ઓક્ટોબરના રોજ પુરો થઇ જશે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તાજેતરમાં ન્યાયમૂર્તિ મિશ્રાને પોતાના ઉત્તરાધિકારીની ભલામણ કરવા માટે કહ્યું હતું. સૂત્રોએ કહ્યું હતું કે સીજેઆઇને પત્ર તાજેતરમાં જ મળ્યો છે. 


આગામી સીજેઆઇના રૂપમાં ન્યાયમૂર્તિ ગોગોઇની નિમણૂંક વિશે ત્યારે અટકળો લાગી હતી જ્યારે ન્યાયમૂર્તિ ગોગોઇ સહિત સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠતમ નાયાધીશોએ આ વર્ષે જાન્યુઆરીમાં અભૂતપૂર્વ રીતે સંવાદદાતા સંમેલન બોલાવી વિભિન્ન મુદ્દાઓ, ખાસકરીને પીઠોના કેસની વહેંચણીના મુદ્દે ન્યાયમૂર્તિ મિશ્રાની ટીકા કરી હતી. ન્યામૂર્તિ જે ચેલમેશ્વર (હવે નિવૃત) ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ સંવાદદાતા સંમેલન કરવામાં સામેલ હતા. ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું હતું. 


સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂંક સંબંધિત પ્રક્રિયા પત્રકના અનુસાર ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ માટે ટોચની કોર્ટના વરિષ્ઠતમ ન્યાયધીશ ઉપયુક્ત ગણવા જોઇએ. તેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદા મંત્રી યોગ્ય સમય પર નિવર્તમાન પ્રધાન ન્યાયાધીશથી આગામી સીજેઆઇની નિયુક્તિ વિશે ભલામણો માંગે. આ પ્રક્રિયા હેઠળ સીજેઆઇની નિયુક્તિની ભલામણો બાદ કાયદા મંત્રી તેને વડાપ્રધાન સમક્ષ મુકે છે. ત્યારબાદ વડાપ્રધાન સંબંધિત મામલે રાષ્ટ્રપતિને સલાહ આપે છે.