નવી દિલ્હી: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં પાર્ટીને આટલો મોટો આંચકો મળતા જ ધૂંધવાયેલા કોંગ્રેસીઓ જ્યોતિરાદિત્ય પર આરોપબાજી કરવા લાગ્યા છે. કોઈ તેમને જયચંદ તો કોઈ તેમને ગદ્દાર ગણાવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના મોટા નેતા અરૂણ યાદવે તો જ્યોતિરાદિત્યના લોહીમાં ગદ્દારી હોવા સુદ્ધાનો હવાલો આપી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં જોડાઈને દાદીનું સપનું પૂરું કરશે જ્યોતિરાદિત્ય સિંધિયા? પરિવારના જનસંઘ સાથે હતા ગાઢ સંબંધ


જ્યોતિરાદિત્ય પર અધીર રંજનનો વાર
આ બાજુ પાર્ટીના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ તો તેમને ગદ્દાર પણ ગણાવી દીધા. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવીને યોગ્ય કર્યું છે. જો કે અધીરે માન્યું કે હવે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર બચી શકે તેમ નથી. અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે પાર્ટી સાથે ગદ્દારી કરશો તો તેને એક્સપેલ થવું જ પડશે. જે ભાજપ અમને ખતમ કરવા માંગે છે તેને તમે મજબુત કરશો તો પાર્ટીએ એક્શન લેવું જ પડશે. તેમણે કહ્યું કે મુશ્કિલ હાલાતમાં પાર્ટી છોડીને જવું એ બેઈમાની છે. પાર્ટીનું નુકસાન ચોક્કસ થશે. લાગે છે કે મધ્ય પ્રદેશમાં અમારી સરકાર બચશે નહીં. પરંતુ ભાજપનું અત્યાર સુધીનું એ રાજકારણ રહ્યું છે કે વિપક્ષ જ્યાં પણ છે તેને તોડી નાખો. 


જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું તો ઝાંખી, હજુ અડધો ડઝન ટોપ નેતાઓ બાકી!


સિંધિયાના પરિવાર પર ઉઠાવ્યાં સવાલ
આ બાજુ સિંધિયાના રાજીનામાને લઈને કોંગ્રેસના નેતા અરુણ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે જ્યોતિરાદિત્ય દ્વારા અપનાવવામાં આવેલા ચરિત્રને લઈને મને જરાય અફસોસ નથી. સિંધિયા કુટુંબે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ જે અંગ્રેજી હકૂમત અને તેમનો સાથ આપનારી વિચારધારાની પંક્તિમાં ઊભા રતીને તેમની મદદ કરી હતી, આજે જ્યોતિરાદિત્યે પણ તેવી જ વિચારધારાની સાથે એકવાર ફરીથી પડખે થઈને પોતાના પૂર્વજોને સલામી આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...