જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું તો ઝાંખી, હજુ અડધો ડઝન ટોપ નેતાઓ બાકી!
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે.
સિંધિયાના રાજીનામા બાદ હવે મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા સહિત અને રાજ્યોના કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીનો સાથ છોડી શકે તેવી માહિતી છે. કહેવાય છે કે અડધા ડઝનથી વધુ ટોપ લીડર્સ કોંગ્રેસ હાઈ કમાન્ડ અને રાહુલ ગાંધીની કાર્યશૈલીથી નારાજ છે. એવામાં તેઓ જલદી જ્યોતિરાદિત્યને પગલે જઈ શકે છે.
જુઓ LIVE TV
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપતા જે પત્ર લખ્યો તેમાં જે રીતે તેઓ મધ્ય પ્રદેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા તે મુદ્દે દર્દ છલકાયેલું જોવા મળ્યું છે. પરંતુ હવે લાગે છે ભાજપમાં જતા જ તેમને તે સન્માન પણ મળશે જેના માટે તેઓ કોંગ્રેસમાં સતત સંઘર્ષ કરી રહ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ સિંધિયાને રાજ્યસભામાં મોકલશે અને મોદી સરકારમાં તેઓ મંત્રી પણ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે