નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ જારી છે. આ વચ્ચે પૂર્વ કોંગ્રેસ નેતા અને વર્તમાનમાં ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં યોગ્યતા માટે કોઈ સ્થાન નથી. તેને દરેક રાજ્યમાં જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમલનાથ પર સિંધિયાનો વાર
કોંગ્રેસ પર નિશાન સાધતા સિંધિયાએ કહ્યુ કે, જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાસે કોરોના વાયરસ પર એક બેઠક આયોજીત કરવાનો સમય નહતો. પરંતુ તેમની પાસે આઈફા એવોર્ડ માટે ઈન્દોર જવાનો સમય હતો. સિંધિયાએ આગળ કહ્યુ કે, 23 માર્ચે એક સેનાની (શિવરાજ સિંહ ચૌહાણ)ની સામે આવીને પોતાના હાથમાં રાજ્યની કમાન સંભાળી અને એકલા હાથે મહામારીનો સામનો કર્યો. 


Covid Vaccine : કોરોના પર સારા સમાચાર, બે દેશી વેક્સિનની મનુષ્ય પર થઈ રહી છે ટ્રાયલ

જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube