મુંબઇ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કથિત સુસાઇડ કેસમાં એનસીબી (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવેલા કૈઝાન ઇબ્રાહીમ (Kaizen Ibrahim) ને 24 કલાકથી ઓછા સમયમાં જામીન મળી ગયા છે. મુંબઇની એસ્પલેનેડ કોર્ટ શનિવારે કૈઝાના જામીનને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આજે જ આરોપીને 14 દિવસની કસ્ટડીમાં લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં એક મોટું નામ કૈઝાન ઇબ્રાહીમ સામે આવ્યું છે. કૈઝાન એક ડ્રગ પેડલર છે અને કહેવામાં આવે છે કે આ વ્યક્તિના રિચા ચક્રવર્તીના ભાઇ શૌવિક સાથે સારા સંબંધ રહ્યા છે. ગઇકાલે એટલે કે શુક્રવારે મોડી રાત્રે એનસીબીની ટીમે તેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે સુશાંત કેસની તપાસ વધારતાં એનસીબીએ શુક્રવારે 5 લોકો અબ્બાસ, કરણ, જૈદ, બાસિત અને કૈઝાનની ધરપકડ કરી હતી. તેમાંથી અબ્બાસ અને કરણ્ને થોડીવારમાં જામીન મળી ગયા હતા. જ્યારે કૈઝાનને આજે જામીન મળ્યા છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે એનસીબીઈ ઉતાવળમાં રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એનસીબીનું કહેવું છે કે પૂછપરછમાં સૈમુઅલ મિરાંડે આ વાત સ્વિકારી છે કે તે સુશાંત માટે ડ્રગ્સ કલેક્ટ કરતો હતો. જોકે બંનેની ધરપકડ થઇ નથી. શૌવિકને પૂછપરછ બાદ સાંજે 6 વાગે છોડી દીધી. જ્યારે સૈમુઅલ પછી છોડી દેવામાં આવ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube