ભોપાલ: સત્તા માટે એક બીજાના જીવના દુશ્મન દેખાતા નેતાઓ સંબંધોને લઈને ખુબ સચેત હોય છે એ કમલનાથે સાબિત કરી દીધુ. જ્યારે કમલનાથ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યાં હતાં ત્યારે તે પહેલા તેમણે ફક્ત સોનિયા ગાંધી, અને કોંગ્રેસના નેતાઓને જ આ જાણકારી નહતી આપી પરંતુ વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. પરંતુ કમલનાથે આમ કેમ કર્યું તે સમજવા માટે તમારે ડિસેમ્બર 2018ની એક ઘટના જાણવા ફ્લેશબેકમાં જવુ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIIMS directorનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં ગમે ત્યારે ઊભી થઈ શકે છે લોક ડાઉનની સ્થિતિ'


વાત જાણે એમ છે કે ડિસેમ્બર 2018માં જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાં હતાં ત્યારે ન તો ભાજપને બહુમત મળ્યું કે ન તો કોંગ્રેસને. 230 બેઠકોવાળી મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપને 109 અને કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. જ્યારે બહુમત માટે કોઈ પણ પક્ષને 116 બેઠકોની જરૂર હતી.


મતગણતરીના બીજા દિવસે સવારે કમલનાથે તત્કાલિન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફોન કર્યો. કમલનાથ શિવરાજને કઈ પણ કહે તે પહેલા શિવરાજે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યાં છે. મધ્ય પ્રદેશની જનતાએ તમને મેન્ડેટ આપ્યો છે, તમે સરકાર બનાવો. ત્યારબાદ કમલનાથે શિવરાજના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. જેને તે વખતે એક શિષ્ટાચાર મુલાકાત ગણવામાં આવી હતી. ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં શિવરાજ સિંહ ચૌહાણે આ વાતનો ખુલાસો કર્યો. 


કનિકા બોમ્બથી રાજકીય હસ્તીઓમાં હડકંપ: રાષ્ટ્રપતિ કોવિંદ સહિત સમગ્ર સ્ટાફનાં ટેસ્ટની તૈયારી


એવું કહે છે કે ઈતિહાસ પોતાને આપોઆપ દોહરાવે છે. 15 મહિના બાદ 20 માર્ચ 2020ના રોજ જ્યારે કમલનાથ બહુમત મેળવવામાં નિષ્ફળ રહ્યાં અને 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા હતાં ત્યારે તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહને ફોન કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. તે સમયે શિવરાજ સિંહ ભાજપના 105 વિધાયકોની સાથે સીહોરના રિસોર્ટથી નિકળીને વિધાનસભા જઈ રહ્યાં હતાં. જ્યાં કમલનાથ સરકારે 2 વાગે બહુમત સાબિત કરવાનો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube