નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આખો દિવસ ચાલેલી ચર્ચાના અંતે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં કમલનાથે જણાવ્યું કે, ભોપાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ધારાસભ્યોની બેઠખ રાત્રે 10 કલાકે ભોપાલમાં શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, "આ સ્પર્ધાની બાબત નથી કે ખુરશીની બાબત નથી. અમે અહીં મધ્યપ્રદેશના લોકોની સેવા માટે છીએ. હું ભોપાલ જઈ રહ્યો છું અને તમને આજે રાત્રે નિર્ણય ખબર પડી જશે."


'CM' પસંદ કરવામાં થોડો સમય તો લાગે છે, રાજસ્થાન કોંગ્રેસ એકજૂથ છેઃ અશોક ગેહલોત


કમલનાથ બનશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઃ સૂત્ર
સૂત્રોના અનુસાર કમલનાથ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. આ અગાઉ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાને લાંબી મેરાથોન બેઠકમાં ચર્ચા કરી હતી. બેઠકમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ ભાગ લીધો હતો. 


રાજસ્થાનઃ CMના નામની જાહેરાતમાં મોડું થતાં પાયલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે આપ્યું રાજીનામું


આ બાજુ ભોપાલમાં કમલનાથ અને સિંધિયાના સમર્થકો વચ્ચે હોબાળાના સમચાર છે. બંને નેતાઓના સમર્થક પક્ષની કચેરી સામે એક્ઠા થઈ ગયા છે અને જોરદાર નારેબાજી લગાવી રહ્યા છે. સાથે જ શહેરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ હોવાના પોસ્ટર પણ લાગી ગયા છે. 


[[{"fid":"194628","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(મધ્યપ્રદેશમાં કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી બન્યાના પોસ્ટર લાગ્યા છે.)


સૂત્રો અનુસાર, દિલ્હીમાં પક્ષના નેતાઓ વચ્ચેની બેઠકમાં કમલનાથ અને સિંધિયા વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી હતી. ગુરુવારે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં અનેક બેઠકો યોજાઈ હતી. બંને નેતાઓ તરફથી દાવા કરવામાં આવ્યા હતા. આખરે બેઠકમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. 


મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો


દિલ્હીમાં ચાલેલી ખેંચતાણને પગલે ભોપાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકના સમયમાં પણ સતત ફેરફાર થતો રહ્યો. પહેલા ચાર વાગે યોજાવાની હતી, પછી 5, પછી 6, પછી 8 અને હવે રાત્રે 10 કલાકે તેઓ એક્ઠા થવાના છે. 


દેશના વધુ સમાચાર જાણવા અહીં ક્લીક કરો...