કંગના-બીએમસી વિવાદઃ બોમ્બે હાઈકોર્ટનો આદેશ, `સંજય રાઉતે જણાવવું પડશે કે તેમણે કોને કહ્યુ હતુ હરામખોર`
કંગનાના વકીલે તેના પર કહ્યું, કંગનાએ સરકાર વિરુદ્ધ જે નિવેદન આપ્યા હતા અને તેના એક ટ્વીટ પર સંજય રાઉતની આક્રમક પ્રતિક્રિયા આવી હતી.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ તોડવાના મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં જોરદાર ચર્ચા થઈ હતી. કોર્ટની સુનાવણી દરમિયાન વિવાદિત શબ્દ 'હરામખોર' પણ ગુંજ્યો હતો. તેના પર કોર્ટે કહ્યું કે, સંજય રાઉતે તે જણાવવું પડશે કે તેમણે આ શબ્દ કોના વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો.
કોર્ટે કંગના રનૌતના વકીલને બીએમસીની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઇલ અને સંજય રાઉતના બંન્ને ઇન્ટરવ્યૂની ક્લિપ લાવવાનું કહ્યું છે. આ પહેલા કંગનાની ઓફિસમાં તોડફોડને લઈને બીએમસી વકીલે કહ્યુ, કંગના કહે છે કે આ બધુ તેના 5 સપ્ટેમ્બર વાળા ટ્વીટને કારણે થયું તો તે ટ્વીટ શું હતું કોર્ટની સામે રજૂ કરવામાં આવે જેથી ટાઇમિંગનો ખ્યાલ આવી શકે.
કોર્ટમાં સંભળાવી રાઉતની વિવાદિત ઓડિયો ક્લિત
કંગનાના વકીલે તેના પર કહ્યું, કંગનાએ સરકાર વિરુદ્ધ જે નિવેદન આપ્યા હતા અને તેના એક ટ્વીટ પર સંજય રાઉતની આક્રમક પ્રતિક્રિયા આવી હતી. રાઉતે કહ્યુ હતુ કે, કંગનાને પાઠ ભણાવવો પડશે. સાથે કોર્ટમાં કંગનાના વકીલ બિરેન્દ્ર સરાફે સંજય રાઉતના તે નિવેદનની વીડિયો ક્લિપ પ્લે કરી જેમાં તેમણે હરામખોર શબ્દ બોલ્યો હતો.
કોર્ટે પૂછ્યુ- શું રાઉતનું નિવેદન રેકોર્ડ કરી શકીએ?
તેના પર સંજય રાઉતના વકીલે કહ્યુ, મારા ક્લાયન્સે કોઈનું નામ લીધુ નથી. કોર્ટે રાઉતના વકીલ પ્રદીપ થોરાટને પૂછ્યુ, જો સંજય રાઉત કહી રહ્યાં છે કે તેમણે કંગના વિરુદ્ધ આ શબ્દનો ઉપયોગ નથી કર્યો તો શું અમે આ નિવેદનને રેકોર્ડ કરી શકીએ? રાઉતના વકીલ બોલ્યા- હું તેના પર પોતાની એફિડેવિડ કાલે ફાઇલ કરીશ.
Drugs Case: આ પ્રશ્નોથી Deepika Padukone ના નિકળ્યા આંસૂ, થઇ આવી હાલત
2 કરોડના વળતર પર કેમ બોલી કોર્ટ
તો બીએમસી-કંગના સુનાવણી પર 2 કરોડના વળતરની મગા પર કંગનાના વકીલે કહ્યું- જે નુકસાન થયું છે તેનું એસેસમેન્ટ કર્યા બહાદ અમે તે પરિણામ પર પહોંચ્યા છીએ. જો કોર્ટ ઈચ્છે તો કોઈને મોકલીને નુકસાનનું નિરીક્ષણ કરાવી શકે છે. કોર્ટે બીએમસીની કાર્યવાહી સાથે જોડાયેલી ફાઇલ કોર્ટમાં લાવવાનું કહ્યું છે.
રાઉતની બંન્ને ઓડિયો ક્લિપ થશે રજૂ
આ સાથે સંજય રાઉતના બંન્ને ઈન્ટરવ્યૂની ક્લિપ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમાં રાઉત વિવાદાસ્પદ શબ્દ બોલી રહ્યાં છે અને બીજામાં તેનો અર્થ સમજાવી રહ્યાં છે. મહત્વનું છે કે સુશાંત કેસ વચ્ચે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. કંગનાએ ઘણા મામલામાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી ત્યારબાદ બીએમસીએ તેની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube