Kanpur Encounter: ઘટનાની સાક્ષી મહિલાએ જણાવ્યા તે ભયાનક રાતના લોહિયાળ દ્રશ્ય
કાનપુર એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસના 8 જવાન શહીદ થયા છે. કુખ્યાત આરોપી વિકાસ દુબે અને તેની ગંગે અથડામણમાં પોલીસ જવાનો પર હુમલો કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદથી વિકાસ દુબે હજુ સુધી ફરાર છે. રાજ્યનો સૌથી મોટો ગેંગસ્ટરની કોઇ જાણકારી નથી. પોલીસ તેને શોધવા માટે નેપાળથી લઇને ચંબલ સુધી નરજ રાખી બેઠા છે. આ વચ્ચે વિકાસ દુબેના ઘરની બાજુમાં બનેલા એક કુવામાંથી ગુનાના પુરાવા શોધવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હી: કાનપુર એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશ પોલીસના 8 જવાન શહીદ થયા છે. કુખ્યાત આરોપી વિકાસ દુબે અને તેની ગંગે અથડામણમાં પોલીસ જવાનો પર હુમલો કર્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદથી વિકાસ દુબે હજુ સુધી ફરાર છે. રાજ્યનો સૌથી મોટો ગેંગસ્ટરની કોઇ જાણકારી નથી. પોલીસ તેને શોધવા માટે નેપાળથી લઇને ચંબલ સુધી નરજ રાખી બેઠા છે. આ વચ્ચે વિકાસ દુબેના ઘરની બાજુમાં બનેલા એક કુવામાંથી ગુનાના પુરાવા શોધવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:- Kanpur Encounter: વિકાસ દુબેની શોધમાં લાગી પોલીસની 100થી વધુ ટીમ, 110 કલાકથી છે ફરાર
ત્યારે કાનપુરના બિકરુ ગામમાંથી પ્રત્યક્ષદર્શી મહિલા મનુએ જણાવ્યું કે, વિકાસના ગુર્ગોએ કેવી રીતે તે રાત્રે લોહિયાળ તાંડવ મચાવ્યો હતો. મનુએ જણાવ્યું કે, કેટલાક લોકએ મોઢા બાંધેલા હતા અને તેમને જ ગોળી મારી. મહિલાએ કહ્યું કે ફાયરિંગ શરૂ થતાં જ તેના બાળકો ચીસો પાડવા લાગ્યા. આખું વાતાવરણ ગભરાટથી ભરાઈ ગયું હતું.
આ પણ વાંચો:- #ZeeNewsWorldExclusive: લદ્દાખમાં ખૂણે-ખૂણા પર નજર, સેનાના પેરાટ્રુપર તૈનાત
સીઓના માથામાં મારી હતી ગોળી
તમને જણાવી દઇએ કે, એન્કાઉન્ટર દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસ કંઇ સમજી શકે તે પહેલા જ પોલીસકર્મી જીમ ગુમાવી ચુક્યા હતા. અન્ય પોતોના જીવ બચાવવા માટે આસપાસના મકાનો તરફ ભાગ્યા તે લોકોને હત્યારાઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હતી. કેટલાક પોલીસના જવાનો એવા હતા કે જેમને માથામાં ગોળી મારવામાં આવી હતી. ટીમની આગેવાની કરી રહેલા સીઓને હત્યારાઓએ ઘરની અંદર ઘેરી તિક્ષ્ણ હથિયારથી પગ પર હુમલો કર્યો અને ત્યારબાદ માથામાં ગોળી મારી હતી.
આ પણ વાંચો:- CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો
ગામના કેટલાક ઘરોમાં માત્ર લોહી જ લોહી ફેલાયેલું છે. દિવાલો પર ગોળીઓના નિશાન અને ઘટના સ્થળની સ્થિતિ જણાવી રહી છે કે, હત્યારાઓએ પોલીસ જવાનોને જાનથી મારવા માટે જ ફાયરિંગ કર્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર, પોલીસના લગભગ 22 લોકોની ટીમ જ્યારે સીઓના નેતૃત્વમાં વિકાસ દુબેના ઘરે પહોંચી ત્યારે રાતના લગભગ 12 વાગ્યા હતા. હત્યારાઓનો આ લોહિયાળ તાંડવ લગભગ 1 કલાક સુધી ચાલ્યો હતો. 1 વાગ્યાને 20 મિનિટ પર પોલીસની બીજી ટીમ જ્યારે ગામમાં પહોંચી તો 8 પોલીસ જવાનોનું ઘટના સ્થળ પર મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube