CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો

કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કૂલોના બંધ હોવાના કારણે શિક્ષણ સમયેમાં પણ ઘટાડો આવ્યો છે. જેનું ધ્યાન રાખતા સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધોરણ 9 - 12 નો અઅભ્યાસક્રમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.

પોખરિયાલે વધુમાં લખ્યું, આ નિર્ણય માટે મેં થોડા સમય પહેલા ઘણા વિદ્વાનો પાસે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાના સૂચનો માગ્યા હતા. મને આ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે, અમે 1.5 હજારથી વધારે સૂચનો મળ્યા છે. તમારી પ્રતિક્રિયા માટે આભાર.

તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું- દેશ અને દુનિયાની અસામાન્ય સ્થિતિને જોતા CBSEના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સુધારો કરવા અને તેને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે આ ઘટાડવામાં આવેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડવામાં આવેલા વિષય-વસ્તુની પણ સમજાવવાની ખાતરી કરશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ (Elementary Classes) I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news